IPL-2024ની 36મી મેચ કોલકતા નાઈટ રાઈડર્સ (KKR) Vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) વચ્ચે રમાઈ હતી અને કહેવાની બિલકુલ જરૂર નથી કે આ મેચ ખૂબ જ રોમાંચક નિવડી હતી. છેલ્લા બોલ સુધી ક્રિકેટપ્રેમીઓ ટીવી સેટ સામે બેસી રહ્યા હતા અને આખરે RCBનો પરાજય થયો અને RCBનું પ્લે ઓફમાં સ્થાન જોખમમાં મૂકાઈ રહ્યું છે. આટલું ઓછું હોય તેમ RCBની મુસીબતોમાં વધારો થયો છે. ટીમનો સ્ટાર બેટ્સમેન Virat Kohliને ગઈકાલે અમ્પાયર સાથે કરેલી જીભાજોડીને કારણે BCCI દ્વારા સજા ફટકારવામાં આવી છે.
KKR સામેની મેચમાં આઉટ થયા બાદ Virat Kohliનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો અને તેણે ગ્રાઉન્ડ પર જ અમ્પાયર સાથે પંગો લઈ લીધો હતો. BCCIએ આ પ્રકરણની ગંભીર નોંધ લીધી હોઈ Virat Kohliને સજા ફટકારી છે. BCCIએ વિરાટ કોહલીને મેચ ફીના 50 ટકાનો દંડ ફટકાર્યો છે. BCCIએ વિરાટ કોહલીને આચાર સંહિતાના ઉલ્લંઘન માટે દોષી ઠેરવ્યો હોઈ તેને આ સજા ફટકારી છે.
કોલકતા નાઈટ રાઈડર્સે પહેલાં બેટિંગ કરીને આરસીબી સામે 223 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. જેના જવાબમાં આરસીબીએ શરૂઆત તો દમદાર કરી. સાત બોલમાં કોહલીએ 18 રન કર્યા. ત્રીજી ઓવરના પહેલાં બોલ પર કેકેઆરના ફાસ્ટ બોલર હર્ષિત રાણાએ કોહલીની કમર પર ફૂલટોસ નાખ્યો હતો આ બોલ રમવાના ચક્કરમાં કોહલી કેચ આઉટ થઈ ગયો. અમ્પાયરે વિરાટને આઉટ જાહેર કર્યો પણ કોહલીને અમ્પાયરનો આ નિર્ણય માન્ય નહોતો અને તેણે DRS માંગ્યો.
ડીઆરએસમાં ટીવી અમ્પાયરે હોક આઈ સિસ્ટમની મદદ લીધી હતી જેમાં કોહલી ક્રિઝ છોડીને થોડો આગળ આવ્યો હોવાનું જોવા મળ્યું અટલે ટીવી અમ્પાયરે પણ કોહલીને આઉટ જ જાહેર કર્યો હતો. ડિસિઝન પોતાના વિરુદ્ધ જતાં કોહલી ગુસ્સે ભરાયો અને તેણે મેદાનમાં જ અમ્પાયર સાથે જીભાજોડી કરવાનું શરૂ કરી દીધું હતું. આખરે ગુસ્સામાં જ વિરાટ પેવેલિયન પાછો ફર્યો જ્યાં તેણે બેટ ગુસ્સામાં પછાડી અને ડસ્ટબીનને પણ જોરદાર મુક્કો માર્યો હતો. આ સમયે કોહલીના હાથમાં રહેલો ગ્લવ્ઝ પણ નીચે પડી ગયો હતો. ડ્રેસિંગ રૂમમાં પણ વિરાટના ચહેરા પર ગુસ્સો જોવા મળી રહ્યો છે.
બીસીસીઆઈને વિરાટનું આ વર્તન ખાસ પસંદ આવ્યું હોય એવું લાગ્યું નહીં અને તેની સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિરાટે મેચ ફીની 50 ટકા રકમ બીસીસીઆઈ પાસે જમા કરાવવી પડશે.
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ