IPL 2024નેશનલસ્પોર્ટસ

…. અને વિરાટ કોહલીએ રચી દીધો વધુ એક વિરાટ ઈતિહાસ!

અમદાવાદઃ ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ODI World Cup 2023માં સૌથી વધુ રન બનાવવાની બાબતમાં ટોપ પર છે. વિરાટે આ વર્લ્ડકપની 10 મેચમાં 711 રન બનાવ્યા છે. આ સાથે સાથે જ કિંગ કોહલી આ વર્લ્ડકપ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ બની ગયો છે એની સાથે સાથે જ વિરાટે ODI World Cup 2023માં ત્રણ સદી ફટકારીને વનડે ફોર્મેટમાં 50 સદી પૂરી કરી માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરનો રેકોર્ડ પણ તોડી દીધો છે. રેકોર્ડ તોડવાના આ સિલસિલામાં હવે આજે વિરાટ કોહલી વધુ આગળ વધવા જઈ રહ્યો છે. આજની મેચમાં વિરાટ પાસે વધુ એક રેકોર્ડ તોડવાનો ચાન્સ સામે ચાલીને આવ્યો છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ODI World Cup 2023ની ફાઈનલ મેચ રમાઈ રહી છે અને આજે જો કોહલી 41 રન ફટકારશે તો તે શ્રીલંકાના પૂર્વ બેટ્સમેન કુમાર સંગાકારાનો રેકોર્ડ તોડી શકે છે. આજની મેચમાં જો કિંગ કોહલી ઓસ્ટ્રેલિયા સામે 41 રન બનાવશે તો તે ICC ફાઈનલ્સના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની જશે અને કુમાર સંગાકારાને પાછળ છોડી પ્રથમ સ્થાને આવી જશે.

વિરાટ કોહલીએ તેના કરિયરમાં અત્યાર સુધી 8 ICC ફાઈનલ રમ્યો છે અને તેણે 280 રન બનાવ્યા છે. આજે કોહલીએ વધુ રન કરીને કુમાર સંગાકારાને પાછળ મૂકી દીધો છે. સંગાકારાએ 7 ICC ફાઇનલમાં કુલ 320 રન બનાવ્યા હતા. કોહલી 41 રન બનાવીને સંગાકારાને પાછળ મૂકીને પહેલાં સ્થાને આવી ગયો છે. આ યાદીમાં શ્રીલંકાના પૂર્વ ખેલાડી મહેલા જયવર્દને 270 રન સાથે ત્રીજા સ્થાને આવે છે. જ્યારે એડમ ગિલક્રિસ્ટ 262 રન સાથે ચોથા સ્થાને છે. રિકી પોન્ટિંગ આ લીસ્ટમાં પાંચમા સ્થાને છે. તેણે 6 ICC ફાઈનલ મેચમાં 247 રન બનાવ્યા હતા.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker