IPL 2024સ્પોર્ટસ

સેમી ફાઈનલની મેચ પૂર્વે ન્યૂ ઝીલેન્ડના ક્રિકેટરે આપ્યું મહત્ત્વનું નિવેદન

મુંબઈઃ ઘરઆંગણે રમાઈ રહેલા આઈસીસી વર્લ્ડ કપમાં ભારતીય ટીમ આક્રમક રીતે આગળ વધી રહી છે ત્યારે ન્યૂ ઝીલેન્ડ સામેની સેમી ફાઈનલની મેચ રમાયા પૂર્વે કિવિઓની ટીમના ઓપનર બેટરે સૌથી મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. શાનદાર ફોર્મમાં રહેલા ડેવોન કોનવેએ કહ્યું હતું કે ભારતીય ટીમના ખતરાનો સામનો કરવા માટે અમને અમારા અનુભવી ખેલાડીઓ પર વિશ્વાસ છે.

ન્યૂ ઝીલેન્ડના ઓપનર બેટર ડેવોન કોનવેએ કહ્યું હતું કે બુધવારે અહીં વર્લ્ડ કપ સેમી ફાઈનલમાં ફોર્મમાં ચાલી રહેલી ભારતીય ટીમના ‘ખતરા’નો સામનો કરવા માટે તેમની ટીમને તેના વરિષ્ઠ ખેલાડીઓના અનુભવ પર વિશ્વાસ છે.

ન્યૂ ઝીલેન્ડ લીગ રાઉન્ડની 45 મેચ બાદ પોઈન્ટ ટેબલમાં ચોથા ક્રમે છે. ભારત સામે આઇસીસી ટૂર્નામેન્ટના નોકઆઉટમાં તેમનો સારો રેકોર્ડ છે. ન્યૂ ઝીલેન્ડની ટીમે 2019 વર્લ્ડ કપ સેમિફાઇનલ અને 2021 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ભારતને હરાવ્યું હતું.

કોનવેએ ન્યૂ ઝીલેન્ડ ક્રિકેટ દ્વારા જાહેર કરવામાં આવેલા એક વીડિયોમાં કહ્યું હતું કે આપણે બધા જાણીએ છીએ કે ભારતીય ટીમ કેટલી ખતરનાક છે. તે ફોર્મમાં છે અને ખૂબ જ મજબૂત છે.

તેણે કહ્યું હતું કે અમે આ પડકાર માટે તૈયાર છીએ. સેમી ફાઇનલમાં યજમાન ટીમ સામે રમવું રોમાંચક રહેશે. અમે જાણીએ છીએ કે તે ખતરનાક છે, પરંતુ અમે તૈયાર છીએ. આ અમારા માટે બીજી ખાસ તક છે. અમારી પાસે ઘણા અનુભવી ખેલાડીઓ છે જેમણે પહેલા પણ આવી પરિસ્થિતિઓનો સામનો કર્યો છે. અમને તેમના અનુભવ પર વિશ્વાસ છે. અમારું લક્ષ્ય વર્લ્ડ કપની ફાઈનલ રમવાનું છે અને અમે તેનાથી એક જીત દૂર છીએ. અમે સારું ક્રિકેટ રમતા રહીશું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…