કોલકાતાઃ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગનું માનવું છે કે મિડલ ઓવરમાં તેની સારી બેટિંગના કારણે દક્ષિણ આફ્રિકા સામેની વર્લ્ડ કપ સેમી ફાઇનલમાં માર્કસ સ્ટોઇનિસના સ્થાને માર્નસ લાબુશેન વધુ સારો વિકલ્પ હશે.
શનિવારે બાંગ્લાદેશ સામેની છેલ્લી લીગ મેચમાં આરામ આપ્યા બાદ ગ્લેન મેક્સવેલ ઓસ્ટ્રેલિયન ટીમમાં પરત ફરશે. આ કારણે ઈડન ગાર્ડન્સ ખાતે યોજાનારી સેમી ફાઈનલમાંથી લાબુશેન અથવા સ્ટોઈનિસમાંથી કોઈ એકને બહાર થવું પડશે.
પોન્ટિંગે ફોક્સ ક્રિકેટ બ્રોડકાસ્ટ પર કહ્યું હતું કે હું ટીમમાં લાબુશેનને જ સામેલ કરું. આપણે જોયું છે કે સ્ટોઇનિસનો ઉપયોગ કરતા પહેલા ઓસ્ટ્રેલિયા મિશેલ માર્શની બોલિંગનો ઉપયોગ કરતું આવ્યું છે.
ભારતના મજબૂત મિડલ ઓર્ડરનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું હતું કે લાબુશેન આ ટૂર્નામેન્ટમાં ખરાબ રીતે રમ્યો નથી. ટૂર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયા માટે સૌથી મહત્વની બાબત છે મિડલ ઓર્ડરની બેટિંગ જે હજુ સુધી પરફેક્ટ રહી નથી. તેઓએ આનો ઝડપથી ઉકેલ શોધવો પડશે.
તેમણે કહ્યું હતું કે જો આપણે વર્લ્ડ કપ જીતવો હોય તો 11 અને 40મી ઓવરની વચ્ચેની સમસ્યાનો ઉકેલ લાવવો પડશે. આ સમયગાળા દરમિયાન આપણે ઘણી વિકેટો ગુમાવી છે. આ દરમિયાન ભારતે માત્ર 20 વિકેટ ગુમાવી છે. લાબુશેને નેધરલેન્ડ અને બાંગ્લાદેશ સામે બે સદી ફટકારી હતી. તેણે બાંગ્લાદેશ સામે તેની શાનદાર ફિલ્ડિંગથી પણ ધ્યાન ખેંચ્યું હતું.
Taboola Feed