પીએમ મોદીનો એ વીડિયો એડિટેડ, ફેક્ટચેકમાં થયો ખુલાસો… | મુંબઈ સમાચાર

પીએમ મોદીનો એ વીડિયો એડિટેડ, ફેક્ટચેકમાં થયો ખુલાસો…

અમદાવાદઃ વર્લ્ડકપ-2023નું ટાઈટલ ભલે ટીમ ઈન્ડિયાના હાથમાંથી છીનવાઈ ગયું છે પણ ક્રિકેટ વર્લ્ડકપનું આયોજન કેવી રીતે કરવું જોઈએ એ ભારતે આખી દુનિયાને દેખાડી દીધું છે. વર્લ્ડકપ જિત્યા બાદ ખુદ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન પેટ કમિન્સને ટ્રોફી આપી હતી, પરંતુ આ જ દરમિયાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પીએમ મોદીએ કમને કમિન્સને ટ્રોફી આપી હતી અને ત્યાર બાદ તેને શુભેચ્છા આપ્યા વિના એકલો સ્ટેજ પર મૂકીને જતા રહ્યા હતા. જોકે, હવે ફેક્ટચેકમાં જોરશોરથી કરવામાં આવી રહેલો આ દાવો તદ્દન ખોટો હોવાનું સાબિત થયું હતું.

સોશિયલ મીડિયા પર અનેક એવા એડિટેડ વીડિયો ફરી રહ્યા છે અને એમાંથી એક એવા @CricketwithAnas નામની આઈડી પરથી પણ આવો જ એક વીડિયો શેર કરવામાં આવ્યો. વીડિયોની કેપ્શનમાં એવું લખવામાં આવ્યું છે કે ભારતે પોતાને એક ખૂબ જ અપમાનજનક યજમાન સાબિત કરી દીધો દુનિયા સામે. સોશિયલ મીડિયા પર આ જ પ્રકારના વીડિયો ફરી રહ્યા છે અને આ વીડિયોની સાથે એવો દાવો કરાઈ રહ્યો છે કે પીએમ મોદીએ આ બિલકુલ સન્માનજનક વર્તન નથી કર્યું.

જોકે, જ્યારે આ મામલાની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી ત્યારે આ વીડિયો સંપૂર્ણપણે ફેક હોવાનું જાણવા મળ્યું હતું અને અનએડિટેડ વીડિયોમાં પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાના કેપ્ટનને શેકહેન્ડ કરતાં અને શુભેચ્છા પણ આપતા જોવા મળે છે.

આ બાબતે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કો મોદી વિરોધીઓએ દ્વારા જાણીજોઈને આ ખોટો અને બોગસ પીએમ મોદીની છબિને ખરાબ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ કરવામાં આવી રહ્યો છે. આ નવા અન એડિટેડ વીડિયોમાં ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન સાથે પીએમ મોદી એકદમ ઉમળકાભેર હાથ મિલાવતા જોવા મળી રહ્યા છે. આ તસવીરો અને વીડિયોને જોતા એવું કોઈ પણ એન્ગલથી નથી લાગી રહ્યું કે પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાના કેપ્ટનને સાવ જ ઈગ્નોર કરી દીધો હોય

Back to top button