ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ગુરુવારે મુંબઈના વાનખેડે ખાતે રમાયેલી શ્રીલંકા સામેની મેચમાં તેની 49મી સદી મારતાં મારતાં રહી ગયો હતો, કારણ કે 88 રન પર વિરાટ આઉટ થઈ ગયો હતો. વિરાટે આવું કરીને તેના ફેન્સની ઈંતેજારી પાંચમી નવેમ્બર સુધી લંબાવી દીધી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પાંચમી નવેમ્બર એટલે કે આવતીકાલે કિંગ કોહલીનો જન્મદિવસ છે અને તે આવતીકાલે દક્ષિણ આફ્રિકા સામે મેચ રમશે. પરંતુ આ મેચ પહેલાં જ ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન નાસિર હુસૈને વિરાટ કોહલીની 49મી અને 50મી સેન્ચ્યુરી અંગે મોટું અને મહત્ત્વનું નિવેન આપતા જણાવ્યું હતું કે જે રીતે સચિન તેંડુલકરે તેની 100મી સેન્ચ્યુરીના પ્રેશરને હેન્ડલ કર્યું હતું એ જ રીતે કોહલની પણ આ 49મી અને 50 સેન્ચ્યુરીના દબાણને હેન્ડલ કરશે.
પોતાની વાત આગળ વધારતાં નાસિર હુસૈને એવું પણ જણાવ્યું હતું કે હાલમાં ભારતનું સંપૂર્ણ ધ્યાન વર્લ્ડકપ જીતવા પર જ હોવું જોઈએ નહીં કે કોહલીની 49મી કે 50મી સેન્ચ્યુરી ફટકારવા પર. લોકોએ આ પ્રકારનું દબાણી લાવીને વિરાટ કે ટીમ બંનેમાંથી કોઈનું પણ મન ન ભટકાવવું જોઈએ. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે પણ 100મી ઈન્ટરનેશનલ સેન્ચ્યુરીને ધ્યાનમાં રાખીને કયા પ્રકારનું દબાણ અનુભવ્યું હશે એ તો એમને જ ખબર હશે. વિરાટ તેની 49મી કે 50 સેન્ચ્યુરી ફટકારશે. એટલું જ નહીં તે માસ્ટર બ્લાસ્ટરની જેમ જ કદાચ 100 ઈન્ટરનેશનલ સેન્ચ્યુરી પણ ફટકારશે, પરંતુ એ સમય સમયની વાત છે અને હાલમાં તો ટીમ ઈન્ડિયાએ વર્લ્ડકપ જીતવા પર જ ધ્યાન આપવું જોઈએ. .
અત્રે ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલીએ 19મી ઓક્ટોબરે બાંગ્લાદેશની ટીમે આપેલા ટાર્ગેટને પૂરો કરતી વખતે તેની 48મી વન-ડે સેન્ચ્યુરી ફટકારી હતી. ત્યાર બાદ ધરમશાલામાં રમાયેલી ન્યુઝીલેન્ડ સામેની મેચમાં તે 95 રન પર આઉટ થઈ ગયો હતો અને મુંબઈમાં પણ શ્રીલંકા સામેની મેચમાં સેન્ચ્યુરી ફટકારી શક્યો નહોતો, જેને કારણે તેના ફેન્સ થોડા નારાજ થયા હતા.
Taboola Feed