નવી દિલ્હીઃ અહીંના અરુણ જેટલી સ્ડેડિયમમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહેલી બીજી વનડે મેચ (વર્લ્ડ કપ)માં કેપ્ટન રોહિત શર્માએ નવો રેકોર્ડ નોંધાવ્યો છે. ટોસ જીતીને અફઘાનિસ્તાને પહેલી બેટિંગ લેતા આઠ વિકેટે 272 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન સામે જીતવા આવેલી ટીમ ઈન્ડિયાના સુકાની રોહિત શર્માએ નવો વિક્રમ પોતાને નામે બનાવ્યો છે.
ઓસ્ટ્રેલિયા સામેની પહેલી મેચમાં નિષ્ફળ રહેનાર ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને ઈશાન કિશન બેટિંગમાં રમી રહ્યા છે. હોમ ગ્રાઉન્ડ પર રમતા રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધારે સિકસર મારવાનો નવો વિક્રમ પોતાને નામે બનાવ્યો છે. ત્રણેય ફોર્મેટમાં રોહિત શર્માએ 555 સિક્સર ફટકારી છે, જેમાં ટવેન્ટી-ટવેન્ટીમાં 77, ટેસ્ટમાં 182 અને વનડેમાં 296 સિક્સર મારી છે.
જોકે, આજની મેચમાં 30 બોલમાં પચાસ રન ફટકાર્યા હતા. આજની મેચમાં લખાય છે ત્યાં સુધીમાં 61 બોલમાં 95 રન બનાવ્યો છે, જેમાં 11 ફોર અને ચાર સિકસ મારી છે, જ્યારે તેની સાથે 555 સિક્સર મારવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ અગાઉ વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન 533 સિક્સરનો રેકોર્ડ તોડ્યો છે.
અફઘાનિસ્તાન સામેની મેચમાં ભારતીય બોલરમાં જસપ્રીત બુમરાહે (ચાર) સૌથી વધુ વિકેટ ઝડપી હતી, ત્યારબાદ હાર્દિક પંડ્યા (2), કુલદીપ યાદવ અને શાર્દુલ ઠાકર (એક-એક)ને સફળતા મળી હતી. ઓસ્ટ્રેલિયા સામે ભારતની શાનદાર જીત થઈ હતી, પરંતુ કેપ્ટન રોહિત શર્મા સાથે ત્રણ ઓપનર ઝીરોમાં આઉટ થયા પછી ક્રિકેટપ્રેમીઓ નારાજ કર્યા હતા, પણ આજની સ્ફોટક બેટિંગને કારણે રોહિત શર્માનું ફૂલ ફોર્મ જોવા મળતા ચાહકો ખુશ થઈ ગયા હતા.
Taboola Feed