મુંબઈઃ અહીયા ભારત અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચેની સેમી ફાઈનલ મેચમાં ભારતીય સુકાની રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ લીધી હતી. ઓપનિંગમાં બેટિંગમાં આવેલા રોહિત શર્માએ મજબૂત બેટિંગથી શરુઆત કરી હતી, જેમાં ચાર સિક્સર અને ચાર ચોગ્ગા સાથે 47 રને આઉટ થયો હતો. કેપ્ટન વિલિયમ્સને કેચ ઝડપીને રોહિતને પેવેલિયન ભેગો કર્યો હતો, પરંતુ તેની આક્રમક બેટિંગની આઈસીસીએ નોંધ લીધી હતી.
વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ સિકસર મારવાનો વિક્રમ રોહિત શર્માએ આજે પોતાને નામે કરી લીધો હતો. વેસ્ટ ઈન્ડિઝનના જાણીતા બેટર અને સિક્સર હીટર ક્રિસ ગેલનો રેકોર્ડ તોડીને ટૂર્નામેન્ટમાં રોહિતે પચાસ સિક્સર રેકોર્ડ કર્યો છે. આજની મેચમાં 29 બોલમાં 162.07ના સ્ટાઈક રેટથી 47 રનનો સ્કોર કર્યો હતો. 47 રનના સ્કોરમાં રોહિત શર્માએ વર્લ્ડ કપના પચાસ સિક્સરનો રેકોર્ડ પાર કરીને 51 કરી છે. ક્રિસ ગેલે 35 મેચમાં 34 ઈનિંગમાં 49 સિક્સરનો રેકોર્ડ હતો.
રોહિત શર્માએ 27 મેચમાં 27 ઈનિંગમાં 51 સિક્સર મારી છે. 61.12ની સરેરાશથી 1528 રનનો સ્કોર બનાવ્યો છે, જ્યારે ક્રિસ ગિલે 34 ઈનિંગમાં 35.93 સ્ટ્રાઈક રેટથી 1,186 રન બનાવ્યા હતા. એના સિવાય વર્લ્ડ કપમાં રોહિત શર્માએ છ હાફ સેન્ચુરી અને ગેલે બે હાફ સેન્ચુરી કરી હતી. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ન્યૂ ઝીલેન્ડની સામે રમાઈ રહેલી મેચમાં રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ લીધી હતી, જ્યારે પ્લેઈંગ ઈલેવનમાં પણ કોઈ ફેરફાર કર્યો નહોતો.
દેશમાં કાશ્મીરી મહિલાઓ આ બાબતમાં મોખરાના ક્રમે છે, શું છે વાત?
દેશમાં કાશ્મીરી મહિલાઓ આ બાબતમાં મોખરાના ક્રમે છે, શું છે વાત?