IPL 2024સ્પોર્ટસ

ઋતુરાજ ગાયકવાડની અણનમ 108 રનની કૅપ્ટન્સ ઇનિંગ્સ

ચેન્નઈ: ચેન્નઈ સુપર કિંગ્સે લખનઊ સુપર જાયન્ટ્સને 210 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો હતો. ચેન્નઈએ 210 રન ચાર વિકેટના ભોગે બનાવ્યા હતા.

કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ (108 અણનમ, 60 બૉલ, ત્રણ સિક્સર, બાર ફોર) આઇપીએલની 17મી સીઝનનો સાતમો સેન્ચુરિયન બન્યો હતો. રાજસ્થાનના જૉસ બટલરની બે સદી ગણતાં આ સીઝનમાં કુલ આઠ સેન્ચુરી ફટકારાઈ છે.
ગાયકવાડની આઇપીએલના ઇતિહાસમાં આ બીજી સેન્ચુરી હતી. તે મંગળવારે લખનઊ સામેની મૅચમાં ચેન્નઈ માટે સ્તંભ બની ગયો હતો. તેની અને શિવમ દુબે (66 રન, 27 બૉલ, સાત સિક્સર, ત્રણ ફોર) વચ્ચે ચોથી વિકેટ માટે 104 રનની ભાગીદારી થઈ હતી. ગાયકવાડે 10 ફોર પછી પહેલી સિક્સર ફટકારી હતી અને આખી ઇનિંગ્સમાં તેણે કુલ ત્રણ છગ્ગા માર્યા હતા.”


આ પણ વાંચો:
ઇનિંગ્સમાં કોઈ એક બોલરને ચારને બદલે પાંચ ઓવર અપાશે?: આઇપીએલની માર્કેટમાં જોરદાર ચર્ચા છે

20મી ઓવરના ચોથા બૉલમાં દુબેની વિકેટ પડ્યા પછી ગાયકવાડ સાથે એમએસ ધોની જોડાયો હતો, પણ ધોનીના ભાગમાં માત્ર એક બૉલ આવ્યો હતો જેમાં તેણે ફોર ફટકારી હતી.

લખનઊના કૅપ્ટન કેએલ રાહુલે ટૉસ જીતીને ફીલ્ડિંગ લીધી ત્યાર બાદ ગાયકવાડનો સાથી-ઓપનર અજિંક્ય રહાણે ફક્ત એક રન બનાવીને અને ડેરિલ મિચલ 11 રન બનાવીને આઉટ થયો હતો. રવીન્દ્ર જાડેજાએ 19મી એપ્રિલે લખનઊ સામે ચોથા નંબર પર કરેલી બૅટિંગમાં 57 રન બનાવ્યા હતા, પણ હોમ-ગ્રાઉન્ડ ચેન્નઈમાં ફક્ત 17 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. મોહસીન ખાને તેને કૅપ્ટન રાહુલના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો.


આ પણ વાંચો:
સુનીલ નારાયણે રિટાયરમેન્ટ પાછું ખેંચવાની માગણીના જવાબમાં શું કહ્યું?

લખનઊના છમાંથી ત્રણ બોલર (મૅટ હેન્રી, મોહસીન ખાન, યશ ઠાકુર)ને એક-એક વિકેટ મળી હતી. રવિ બિશ્નોઈ, માર્કસ સ્ટોઇનિસ અને કૃણાલ પંડ્યા વિકેટ વિનાના રહ્યા હતા.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker