
ધરમશાલાઃ હિમાચલ પ્રદેશના ધરમશાલા ખાતે ન્યુઝીલેન્ડ અને ભારતીય ટીમ વચ્ચે મેચ રમાઈ રહી છે અને દરમિયાન 21મી ઓવરમાં કંઈક એવું થયું હતું કે જેની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે. આવો જોઈએ શું છે આખો ઘટનાક્રમ…
વર્લ્ડકપની 21મી મેચમાં ન્યુઝીલેન્ડ અને ઈન્ડિયા સામસામે આવ્યા છે. દરમિયાન રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા પણ ટીમ ઈન્ડિયાને ચિયર અપ કરવા ધરમશાલા પહોંચ્યા હતા. આ મેચમાં 21મી ઓવરમાં ટીમ ઈન્ડિયાના બેસ્ટ ફિલ્ડર રવિન્દ્ર જાડેજાએ સિમ્પલ કેચ છોડી દીધો હતો અને આ જોઈને રિવાબાએ જે રિએક્શન આપ્યું હતું એ સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યું છે.

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યાં આ વીડિયોમાં રિવાબા પતિ રવિન્દ્ર જાડેજાએ કેચ છોડી દેતાં નિરાશ થયા હતા અને અફસોસ વ્યક્ત કરતાં જોવા મળી રહ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે. ભારતને 11મી ઓવરમાં જ ત્રીજી વિકેટ પણ મળી ગઈ હોત, જો સર જાડેજાએ આ કેચ ના છોડ્યો હોત તો. મોહમ્મદ શમીની ઓવરમાં જાડેજાએ આ સિમ્પલ કેચ છોડી દીધો હતો અને આ જોઈને સ્ટેડિયમમાં હાજર રિવાબા એકદમ નિરાશ થઈ ગયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયાએ ટોસ જિતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને બોલરોએ સારું પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયા માટે સારી શરૂઆત કરી હતી અને બે વિકેટ પણ લઈ લીધી હતી.