અમદાવાદઃ અમદાવાદની રોનક આજે એકદમ અલગ છે, કારણ કે ઓસ્ટ્રેલિયા અને ઈન્ડિયા વચ્ચે વર્લ્ડકપ-2023ની રસાકસીથી ભરપૂર ફાઈનલ રમાઈ રહી છે. દરમિયાન અનેક સેલિબ્રિટીઝ મેચનો લુત્ફ ઉઠાવવા માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચી ગયા છે.
દીપિકા પદૂકોણ પણ પિતા પ્રકાશ પદૂકોણ, બહેન અનિષા અને પતિ રણવીર સિંહ સાથે મેચ જોવા માટે પહોંચી છે. આ મેચ દરમિયાન જ રણવીર સિંહે કંઈક એવું કર્યું હતું કે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે. આવો જોઈએ શું છે આ મેચ અને વીડિયો-
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં રણવીર સિંહ ફેન્સને ધરપત આપતો જોવા મળી રહ્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોને રન બનાવવામાં મુશ્કેલી પડી રહી હતી. દરમિયાન નિરાશ થઈ રહેલાં ફેન્સને દિલાસો આપતા રણવીર સિંહે કહ્યું હતું કે ટીમ ઈન્ડિયા પર ભરોસો રાખો.
અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી અજેય રહેલી ટીમ ઈન્ડિયાને 240 રન કરવામાં પણ નાકે દમ આવી ગયો હતો. રાજકારણીઓ, સેલેબ્સથી લઈને અનેક મહાનુભાવો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચી ગયા છે. રણવીર સિંહ પણ પત્ની દિપીકા પદૂકોણ, સસરા પ્રકાશ અને સાળી અનિશા સાથે મેચ જોવા પહોંચ્યો હતો.
રણવીર સિંહનો વીડિયો સોશિયલ મીડિય પર તૂફાન વાઈરલ થઈ રહ્યો છે અને નેટિઝન્સ તેના આ સ્વીટ ગેસ્ચરને એકદમ રિલેટેબલ ગણાવી રહ્યા છે.