IPL 2024સ્પોર્ટસ

આઇપીએલની હરાજીઃ મોંઘા ખેલાડીઓની ખરીદી મુદ્દે મીમ્સનું આવ્યું ઘોડાપુર…….

દુબઈઃ ઓસ્ટ્રેલિયાનો વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન પેટ કમિન્સ મંગળવારે દુબઈમાં ચાલી રહેલી હરાજી દરમિયાન ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના ઈતિહાસમાં ખરીદાયેલો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે.

ચાર ફ્રેન્ચાઈઝીઓએ ઓસી ફાસ્ટ બોલર માટે બોલી લગાવી હતી, પરંતુ સનરાઈઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સને હરાવી રૂ.20.50 કરોડમાં કમિન્સને ટીમમાં સામેલ કરવામાં સફળતા મેળવી હતી.
આમ છતાં કમિન્સ પછી મિચેલ સ્ટાર્કને 24.75 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો.

આ રકમ ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર સેમ કુરન દ્વારા બનાવવામાં આવેલા અગાઉના રેકોર્ડને વટાવી ગઈ છે, જેને ભારતમાં આઈપીએલની હરાજીમાં પંજાબ કિંગ્સને ₹18.50 કરોડમાં વેચવામાં આવ્યો હતો.
ઓસ્ટ્રેલિયાનો વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન પેટ કમિન્સને ખરીદવા માટે સનરાઈઝર્સ હૈદરાબાદે બધા રેકોર્ડ તોડી નાખતા સોશિયલ મીડિયા પર મીમ્સનું ઘોડાપુર આવ્યું છે. તમે પણ માણો એની મજા…..

https://twitter.com/academy_dinda/status/1737032237215019469?s=20
https://twitter.com/internetumpire/status/1737031396299042897?s=20

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button