બેંગ્લોરઃ વર્લ્ડકપ-2023માં આજે બેંગ્લોર ખાતે ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે અને આ રચિન રવિન્દ્ર (108) અને કેન વિલિયમસન (95) વચ્ચેની 180 રનની પાર્ટનરશિપે ન્યુઝીલેન્ડની ટીમ માટે એક સારો સ્કોર કરવામાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. ન્યુઝીલેન્ડ દ્વારા પાકિસ્તાને 402 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે વિલિયમસન, તેને અંગૂઠામાં થયેલાં ફ્રેક્ચર પછી ટીમમાં અને ગેમમાં પાછો ફર્યો હતો, પરંતુ સદી ચૂકી ગયો હતો. જ્યારે રચિન રવિન્દ્રની વાત કરીએ તો તે તેના હોમગ્રાઉન્ડ પર સેન્ચ્યુરી ફટકારવામાં સફળ રહ્યો હતો અને વર્લ્ડકપની મેચમાં રવિન્દ્રએ તેની ત્રીજી સેન્ચ્યુરી કરી હતી.
મેચની વાત કરીએ તો ૬૮ રન પર કોનવેના રૂપમાં ન્યૂઝીલેન્ડે પહેલી વિકેટ ગુમાવી હતી અને ત્યાર બાદ રવિન્દ્ર અને વિલિયમસને બાજી સાંભળી લીધી હતી અને ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. વિલિયમસને 79 બોલમાં 95 રનકર્યા જેમાં 10 ચોગ્ગા અને 2 છગ્ગા શામિલ છે તથા રચીને 94 બોલમાં 108 રન કાયા જેમાં 15 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. ગ્લેન ફિલિપ્સે 25 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા અને ન્યૂઝીલેન્ડને છેલ્લી પાંચ ઓવરમાં 54 રન ઉમેરવામાં મદદ કરી.
પાકિસ્તાને ન્યુઝીલેન્ડ સામેની મેચ રમવા માટે ચાર ફાસ્ટ બોલર સાથેની ટીમની જાહેરાત કરી હતી, પરંતુ એનો ખાસ કોઈ ફાયદો ટીમને થતો નહોતો દેખાયો. પાકિસ્તાન માટે તેના આ ચારે બોલર્સ જ મોંઘા સાબિત થયા હતા. મોહમ્મદ વસીમે 10 ઓવરોમાં 6ની રનરેટ થી 60 રન આપીને 3 વિકેટ લીધી હતી.
Taboola Feed