નવી દિલ્હીઃ ઘણા વિવાદો બાદ મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)ના નવા કેપ્ટન સાથે આઈપીએલ (IPL 2024)ની નવી સીઝનમાં શરુ થવા જઈ રહી છે. આઈપીએલ 2024માં કેપ્ટન્સીની જવાબદારી હાર્દિક પંડ્યાના હાથમાં હશે. જોકે આ લીગ શરૂ થવા પહેલા જ મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝટકો લાગી શકે છે. એક ખેલાડી હૈમસ્ટ્રિંગ ઈજાના કારણે બાંગ્લાદેશ ટૂરથી બાહર થઈ ગયો છે. તે મુંબઈ ઈન્ડિયંસ સ્ક્વોડથી પણ બાહર થઈ શકે છે.
ખરેખર અમે વાત કરી રહ્યા છે શ્રીલંકાના ઝડપી બોલર દિલશાન મદુશંકાની, જે ઈજાના કારણે પોતાની નેશનલ ટીમથી બાહર છે. તે બાંગ્લાદેશ સામે પોતાની ટેસ્ટ સીરીઝ પણ નહીં રમી શકે. આઈપીએલ 2024ની શરૂઆત થવામાં થોડા જ દિવસો બાકી છે. આ સંજોગોમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ઈચ્છશે કે દિલશાન ઝડપથી સારો થઈ જાય અને ટીમમાં જોડાઈ જાય.
ડિસેમ્બર 2023માં થયેલા ઓક્શનમાં મુંબઈએ દિલશાનને 4.6 કરોડ રૂપિયા આપીને ટીમમાં શામેલ કર્યો હતો. જણાવી દઈએ કે, દિલશાન હજુ સુધી શ્રીલંકા માટે 14 ટી20 મેચ રમી ચૂક્યો છે, જો કે આઈપીએલની એકપણ મેચ નથી રમ્યો. તેની સરેરાશ આ દરમિાન 31 આસપાસ હોય છે, જ્યારે ઈકોનોમી રેટ 9થી પણ વધુ હોય છે.
મુંબઈ ઈન્ડિયન્સની સ્ક્વોડમાં આકાશ મઘવાલ, અર્જુન તેંડુલકર, કૈમરુન ગ્રીન, ડેવાલ્ડ બ્રેવિસ, ઈશાન કિશન, જેસન બેહરેનડોફ, જસપ્રીત બુમરાહ, કુમાર કાર્તિકેય સિંહ, તિલર વર્મા, નેહલ વઢેરા, પિયૂષ ચાવલા, રોહિત શર્મા, રોમારિયો શેફર્ડ, શમ્સ મુલાની, સૂર્ય કુમાર યાદવ, ટિમ ડેવિડ, વિષ્ણુ વિનોદ, હાર્દિક પંડ્યા, ગેરાલ્ડ કોએત્જી, દિલશાન મદુશંકા (ઈજાગ્રસ્ત), શ્રેયસ ગોપાલ, નમન ધીર, અંશુલ કંબોજ, નુવાન તુષારા, મોહમ્મદ નબી, શિવાલિક શર્મા
Taboola Feed