IPL 2024સ્પોર્ટસ

કોહલી 2024ની આઇપીએલનો પ્રથમ સેન્ચુરિયન

જયપુર: વિરાટ કોહલી (113 અણનમ, 72 બૉલ, ચાર સિક્સર, બાર ફોર)એ આઇપીએલની 17મી સીઝનમાં પંજાબ સામે 77 રન અને કોલકાતા સામે અણનમ 83 રન બનાવ્યા પછી હવે રાજસ્થાન સામે સદી ફટકારવામાં સફળતા મેળવી અને એ સાથે તે 2024ની આઇપીએલનો પ્રથમ સેન્ચુરિયન બન્યો છે.

આઇપીએલના ઇતિહાસમાં તેના નામે હવે કુલ આઠ સદી છે જે વિક્રમ છે. ક્રિસ ગેઇલ છ સદી સાથે બીજા નંબરે અને જૉસ બટલર પાંચ સેન્ચુરી સાથે ત્રીજે છે. કોહલીએ 39 બૉલમાં હાફ સેન્ચુરી અને 67 બૉલમાં સેન્ચુરી પૂરી કરી હતી.

આ પણ વાંચો: આઇપીએલમાં બુમરાહની 150 વિકેટ: થર્ડ ફાસ્ટેસ્ટ બોલર બન્યો

રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલુરુએ શનિવારની એકમાત્ર મૅચમાં રાજસ્થાન રૉયલ્સે બૅટિંગ આપ્યા બાદ 20 ઓવરમાં ત્રણ વિકેટે 183 રન બનાવ્યા હતા જેમાં કોહલીના અણનમ 113 રન ઉપરાંત કૅપ્ટન ફાફ ડુ પ્લેસીના 44 રન સેક્ધડ-બેસ્ટ હતા. ડુ પ્લેસીએ 33 બૉલમાં બે સિક્સર અને બે ફોરની મદદથી 44 રન બનાવ્યા હતા. તેની અને કોહલી વચ્ચે 125 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી જે આ વખતની આઇપીએલનો નવો વિક્રમ છે. તેમણે પંજાબના શિખર-બેરસ્ટૉની 102 રનની ભાગીદારીનો રેકૉર્ડ તોડ્યો છે. માત્ર ઓપનિંગ પાર્ટનરશિપ નહીં, પણ તમામ વિકેટો માટેની ભાગીદારીઓમાં આ બેસ્ટ છે.
ગ્લેન મૅક્સવેલ (1) અને નવોદિત સૌરવ ચૌહાણ (9) સારું નહોતા રમી શક્યા, જ્યારે કૅમેરન ગ્રીન પાંચ રન બનાવીને અણનમ રહ્યો હતો.

રાજસ્થાનના બોલર્સમાં યુઝવેન્દ્ર ચહલે સૌથી વધુ બે વિકેટ તથા નેન્ડ્રે બર્ગરે એક વિકેટ લીધી હતી. સોમવારે વાનખેડેમાં મુંબઈની ટીમના ટોચના ત્રણ બૅટરને ગોલ્ડન ડકમાં (તેમના પ્રથમ બૉલમાં) આઉટ કરનાર ટ્રેન્ટ બૉલ્ટને બેન્ગલૂરુ સામેની મૅચમાં 30 રનમાં એક પણ વિકેટ નહોતી મળી. અશ્ર્વિન, આવેશ અને રિયાન પરાગને પણ વિકેટ નહોતી મળી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button