કે. એલ. રાહુલે કેમ કહ્યું Still It Hurts… જોઈ લો સોશિયલ મીડિયા પર વાઈરલ પોસ્ટ | મુંબઈ સમાચાર

કે. એલ. રાહુલે કેમ કહ્યું Still It Hurts… જોઈ લો સોશિયલ મીડિયા પર વાઈરલ પોસ્ટ

આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને દરેક જણ દિવસનો મોટાભાગનો સમય વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પસાર કરે છે પછી એ આપણા જેવા સામાન્ય નાગરિકો હોય કે બી-ટાઉનના સેલેબ્સ હોય કે પોલિટિશિયન હોય કે પછી કોઈ ખેલાડી હોય…આવી જ એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. આ પોસ્ટ છે ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન કે. એલ. રાહુલની. આ પોસ્ટમાં રાહુલે કંઈ જ લખ્યું નથી બસ એટલું જ લખ્યું છે Still It Hurts… આ કેપ્શનની નીચે રાહુલે કેટલાક ફોટો પણ પોસ્ટ કર્યા છે જે વર્લ્ડકપ-2023ની ફાઈનલ મેચના છે.


અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી વર્લ્ડકપ-2023ની ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયાએ છ વિકેટથી પરાજિત કરી હતી. આ હારને ચાર દિવસ થઈ ગયા હોવા છતાં પણ ટ્રોફી ગુમાવ્યાનું દર્દ ટીમ ઈન્ડિયા કે દેશવાસીઓને એટલું જ સતાવી રહ્યું છે. ટીમ ઈન્ડિયાના વિકેટકીપર અને બેટ્સમેન કેએલ રાહુલે હાલમાં જ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને ફેન્સ સાથે પોતાનું દુઃખ શેર કર્યું હતું.

રાહુલે ઈન્સ્ટાગ્રામ પર વર્લ્ડકપ-2023ની ફાઈનલ સંબંધિત પોતાના અને ભારતીય ટીમના કેટલાક ફોટો પોસ્ટ કર્યા છે અને ફોટોની કેપ્શનમાં રાહુલે લખ્યું છે કે પોસ્ટની સાથેના કેપ્શનમાં રાહુલે લખ્યું, હજી પણ દુઃખ થાય છે.

રાહુલે જેવી આ પોસ્ટ કરી એટલે આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગઈ હતી ફેન્સનો સપોર્ટ મળ્યો છે. એક ફેને રાહુલની પોસ્ટ પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે તું અને ટીમ ઈન્ડિયાના અન્ય પ્લેયર ખૂબ જ સારું રમ્યા હતા. અમને બધાને તમારા પર ગર્વ છે. બીજા એક યુઝરે લખ્યું હતું કે આપણે મજબૂત રીતે પાછું કમબેક કરીશું. ત્રીજા યુઝરે રાહુલની પોસ્ટ પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે આ વર્લ્ડકપમાં અમને જેટલી મજા આવી છે એટલી મજા બીજા કોઈ વર્લ્ડકપમાં નથી આવી. અમારું મનોરંજન કરવા માટે થેન્ક યુ…

અત્રે ઉલ્લેખનીય છે કે રાહુલની સાથે સાથે આખી ટીમે વર્લ્ડકપ-2023માં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. રોહિત શર્માની કેપ્ટનશિપ હેઠળ ટીમ ઈન્ડિયાએ સતત 10 મેચ જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી પરંતુ છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયા પાંચ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને હરાવી શકી નહોતી અને આ હાર પચાવવાનું ટીમ ઈન્ડિયા અને તેના ફેન્સ માટે અઘરું છે.

Back to top button