ગઈકાલે ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL માટે ખેલાડીઓની નિલામી યોજાઈ ગઈ. દુબઈમાં 10 ટીમોએ 332 ખેલાડીઓ પર બોલી લગાવી. તમામ ટીમ પાસે ખેલાડીઓને ખરીદવા માટે કરોડો રૂપિયા હતા.
આ મિની હરાજીમાં ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓને સૌથી ઊંચી કિંમતે ખરીદવામાં આવ્યા. ઓસ્ટ્રેલિયાની ટીમના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક ને KKR ટીમે 24.75 કરોડમાં ખરીદ્યું. એ પછી બીજા ક્રમે રહ્યો પેટ કમિન્સ જેને Sunrisers Hyderabad ટીમની માલિકણ કાવ્યા મારને 20.5 કરોડમાં ખરીદ્યો.
કાવ્યા IPL માં ખેલાડીઓને ખરીદવા માટે 34 કરોડ રૂપિયા લઇને બેઠા હતા. તેમાંથી તેમણે 3 કરોડ રૂપિયા બચાવ્યા. કાવ્યા મારન સન ટીવીના માલિક કલાનિધી મારનની પુત્રી છે.
કાવ્યાની સાથે સાથે તેના માતાપિતા પણ કો-ઓનર છે. કલાનીધી મારને આ ફ્રેન્ચાઈઝીની કમાન વર્ષ 2018માં કાવ્યાને સોંપી દીધી હતી. તે Sun TV નેટવર્કનાં બિઝનેસમાં પણ ખાસ્સી એક્ટિવ છે.
કાવ્યાએ તેનું પ્રારંભિક શિક્ષણ ચેન્નઈમાં પ્રાપ્ત કર્યું હતું. તેણે ચેન્નાઇની જ સ્ટેલા મારિસ કોલેજમાંથી કોમર્સમાં શિક્ષણ લીધું હતું. એ પછી આગળના ભણતર માટે તે લંડન જતી રહી હતી અને ત્યાંના પ્રતિષ્ઠિત બિઝનેસ સ્કૂલમાંથી તેણે MBA ની ડીગ્રી પ્રાપ્ત કરી.
મારન પરિવાર દક્ષિણ ભારતની ફિલ્મોમાં પણ ઘણું રોકાણ કરે છે. તેમની પાસે સમૃદ્ધ વિરાસત છે. કાવ્યાની માતા કાવેરી મારન સોલર ટીવી કોમ્યુનિટી લિમિટેડની CEO છે અને કાવ્યાના કાકા દયાનિધિ મારન DMK પક્ષ સાથે જોડાયેલા છે. અમુક મિડીયા રીપોર્ટસનું સાચું માનીએ તો કાવ્યાની કુલ સંપત્તિ લગભગ 409 કરોડ રૂપિયા છે. જ્યારે કલાનીધિ મારન 1900 કરોડ રૂપિયાની સંપત્તિની સાથે તમિલનાડુ આઈઆઈએફએલ વેલ્થ હુરુન ઇન્ડિયાની લિસ્ટમાં વર્ષ 2019માં ટોચનું સ્થાન મેળવ્યું હતું.
Taboola Feed