IPL 2024સ્પોર્ટસ

IPL ફાઇનલમાં KKRની જીત બાદ જય શાહ-ગૌતમ ગંભીર વચ્ચે શું ચર્ચા થઇ?

IPLની સિઝન પૂરી થઇ ગઇ છે. KKRએ ત્રીજી વખત આઈપીએલ ટ્રોફી જીતી છે. ટાઇટલ જીતી લીધા બાદ કોલકાતા નાઈટ રાઈડર્સના મેન્ટોર ગૌતમ ગંભીર ઘણા ખુશ હતા. તેમણે KKRના માલિક શાહરૂખ ખાન સાથે અને દરેક ખેલાડીઓ સાથે જીતની ઉજવણી કરી હતી અને સાથે ફોટા પણ પડાવ્યા હતા. જોકે, આ બધી ઉજવણીઓ વચ્ચે તેમણે BCCI સેક્રેટરી જય શાહને મળવા અને અભિવાદન કરવા માટે પણ સમય કાઢ્યો હતો. IPLની ફાઇનલ જોવા માટે જય શાહ પણ હાજર રહ્યા હતા. બાદમાં જય શાહ અને ગૌતમ ગંભીર લાંબી ચેટ કરતા જોવામાં આવ્યા હતા જેણે તેમની ભારતના મુખ્ય કોચની નોકરી અંગે અટકળોને વેગ આપ્યો હતો.

થોડા દિવસો પહેલા, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ભારતીય ટીમના મુખ્ય કોચના પદ માટે અરજીઓ મંગાવી હતી, જેની છેલ્લી તારીખ 27 મે હતી. વર્તમાન કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ આવતા મહિને અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાનાર T20 વર્લ્ડ કપ પછી સમાપ્ત થઈ રહ્યો છે અને એવું માનવામાં આવે છે કે દ્રવિડ હવે આ ભૂમિકામાં આગળ રહેવા માંગતો નથી. BCCIની ઇચ્છા છે કે ભારતીય ટીમના મુખ્ય કોચ માટે કોઇ ભારતીયની નિમણૂક કરવામાં આવે કારણ કે તેમની પાસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ઉપરાંત સ્થાનિક ક્રિકેટનો પણ અનુભવ હોય અને તેઓ સ્થાનિક ક્રિકેટથી પણ વાકેફ હોય.

Also Read – કોલકાતા (KKR)ના સફળ કોચ ચંદ્રકાન્ત પંડિત (Chandrakant Pandit)ના ચાર વિવાદાસ્પદ કિસ્સા ખરેખર જાણવા જેવા છે!

IPLમાં જીતની ઉજવણી પ્રસંગે KKR ટીમના મેન્ટોર સાથે લાંબી ચેટ કરીને જય શાહે ગૌતમ ગંભીર ભારતીય ટીમના મુખ્ય કોચના પદ માટે પસંદ હોવાનો સંકેત આપી જ દીધો હતો. જય શાહે ગંભીરને જીત માટે અભિનંદન પણ આપ્યા હતા.
એક અહેવાલ મુજબ ગંભીરે હજુ સુધી ભારતના મુખ્ય કોચની નોકરી માટે તેની અરજી સબમિટ કરવાની બાકી છે. આઇપીએલ ફાઇનલ પછી ચેન્નાઇમાં બીસીસીઆઇના કેટલાક ટોચના અધિકારીઓ સાથે સંભવિત મીટિંગ નક્કી કરવામાં આવી છે. જે સમયે ગૌતમ ગંભીર અરજી સબમિટ કરશે ત્યારે બીસીસીઆઈ તેને સત્તાવાર રીતે દ્રવિડના અનુગામી તરીકે જાહેર કરશે.

જોકે, અહીં એક મુંઝવણ છે. અહેવાલમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે ભારતના મુખ્ય કોચની નોકરી માટે અરજી કરતા પહેલા ગંભીરે KKRના સહ-માલિક શાહરૂખ ખાન સાથે વાત કરવાની જરૂર છે. બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાને IPL 2024 સીઝનની શરૂઆત પહેલા લખનૌ સુપર જાયન્ટ્સના માર્ગદર્શક તરીકે ગંભીરને KKRમાં પાછા ફરવા માટે રાજી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. શાહરૂખે ગંભીરને 10 વર્ષ સુધી ટીમનું સંચાલન કરવા વિનંતી કરી હતી. શાહરૂખે તેને બ્લેન્ક ચેક આપતા કહ્યું હતું કે તે માગે એટલી રકમ ચૂકવવા તૈયાર છે.

હવે આ સંજોગોમાં ગૌતમ ગંભીર શું નિર્ણય લે છે તેના પર સહુની નજર ટકેલી છે.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બુક પરથી બનાવવામાં આવેલી 9 Superhit Filmમાંથી તમે કેટલી જોઈ છે? આ અભિનેત્રીઓએ પણ લગ્ન માટે સ્વીકાર્યો છે મુસ્લિમ ધર્મ શું આ ડ્રાયફ્રૂટ ખાવાથી વધે છે કોલેસ્ટ્રોલ? ચાલો જાણીએ હકીકત… દહીં સાથે ક્યારેય નહી ખાવી જોઇએ આ ચીજ, સ્વાસ્થ્યને થાય છે નુક્સાન