IPL 2024સ્પોર્ટસ

આઇપીએલના સૌથી મોંઘા 24.75 કરોડ રૂપિયાવાળા મિચલ સ્ટાર્કનું ભારતમાં આગમન થઈ ગયું છે

કોલકાતા: 19મી નવેમ્બરે અમદાવાદમાં વન-ડેના વર્લ્ડ કપની ફાઇનલમાં શુભમન ગિલ, કેએલ રાહુલ અને મોહમ્મદ શમીની વિકેટ લઈને ઑસ્ટ્રેલિયાને શાનદાર જીત અપાવવામાં મોટું યોગદાન આપનાર ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્ક એ વિજય બાદ ભારતથી રવાના થયો ત્યારે તેણે કલ્પના પણ નહીં કરી હોય કે ચાર મહિના પછી તે 24.75 કરોડ રૂપિયાનો આસામી બનીને ભારત પાછો આવશે.

આઇપીએલમાં આઠ વર્ષ સુધી ન રમી શક્યા બાદ જો કોઈ ખેલાડી આ ટૂર્નામેન્ટના ઇતિહાસના સૌથી મોંઘા ખેલાડી તરીકે રમવા આવે તો તેના માટે જ નહીં, પણ તેના ફ્રૅન્ચાઇઝી માટે, તેના સાથી ખેલાડીઓ માટે અને કરોડો ચાહકો માટે બહુ મોટો અવસર કહેવાય. આ ખેલાડી સ્ટાર્ક છે જે આઇપીએલમાં પુનરાગમન કરવા આવી ગયો છે.

આ પણ વાંચો
મિશેલ સ્ટાર્ક માટે ગૌતમ ગંભીરે કરી મોટી વાત, હવે શું કહ્યું?

સ્ટાર્ક અગાઉ 2015માં આઇપીએલમાં રમ્યો હતો. ત્યારે તે રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર (આરસીબી)નો હિસ્સો હતો. ત્યારે તે છેલ્લી મૅચ ચેન્નઈ સામે રમ્યો હતો. એ ક્વૉલિફાયર-ટૂ મૅચ હતી જેમાં સ્ટાર્કે 27 રનમાં એક વિકેટ લીધી હતી.

સ્ટાર્ક હવે કલકત્તા નાઇટ રાઇડર્સ (કેકેઆર) વતી રમવાનો છે અને પચીસ કરોડ રૂપિયા જેટલા તોતિંગ કૉન્ટ્રૅક્ટ-મની મળતાં તે કેવું રમે છે એ જોવું રહ્યું. જોકે ફાસ્ટ બોલરને પગની, ખભાની કે શરીરના અન્ય ભાગોના સ્નાયુઓની ઈજા થવી સામાન્ય બાબત છે એટલે સ્ટાર્ક આ આઇપીએલમાં કેટલું રમે છે એ પણ જોવું પડશે. જે ખેલાડી જેટલી મૅચ રમે અથવા જેટલી મૅચમાં રમવા ઉપલબ્ધ રહે એટલી જ મૅચના પૈસા તેને આપવામાં આવે છે.


આ પણ વાંચો
આઈપીએલ ઓક્શનમાં ભારતીય ખેલાડીઓએ કેટલી કરી કમાણી?

સ્ટાર્ક ભારતમાં આવી પહોંચ્યો છે એની તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવી છે. તે આગમન વખતે બેહદ ખુશ હતો. તેનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાભાવિક છે કે જેને પચીસ કરોડ રૂપિયા જેટલી મહાકાય કમાણી કરવા મળવાની હોય એ પ્લેયર ટૂર્નામેન્ટમાં આગમન કરતી વખતે ઉત્સાહિત અને રોમાંચિત હોય જ. સ્ટાર્કના ચહેરા પર આવો જ ઉત્સાહ અને રોમાંચ નજરે પડતા હતા.

સ્ટાર્ક 2014 અને 2015ની આઇપીએલમાં આરસીબી વતી રમ્યો હતો જેમાં તેણે 26 ઇનિંગ્સમાં 20.38ની સરેરાશે 34 વિકેટ લીધી હતી. 7.17 તેનો ઇકોનોમી રેટ હતો. તેણે કુલ 96 રન પણ બનાવ્યા હતા. આ વખતે સ્ટાર્ક કેવું પર્ફોર્મ કરે છે એના પર સૌની નજર રહેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ