જયપુર: આઈપીએલની ૧૭મી સીઝનના ચોથા મુકાબલામાં લખનઊ સામે રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસને ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી. જોકે બીજી જ ઓવરમાં યશસ્વીના જોડીદાર બટલરે (૧૧ રન ) અને પાંચમી ઓવરમાં ખુદ યશસ્વી (૨૪ રન)એ વિકેટ ગુમાવી હતી. ત્યારે સ્કોર ૪૯ રન હતો. બટલરને નવીને અને યશસ્વીને મોહસીને આઉટ કર્યો હતો.
લખનઊના સુકાની કેએલ રાહુલે ઈજમુક્તિ પછીની પહેલી જ઼ મેચથી વિકેટકીપિંગ કરવાનું પસંદ કર્યું છે. સારવાર દરમિયાન તેને તબીબી નિષ્ણાતોએ શરૂઆતમાં કીપિંગ ટાળવાની સલાહ આપી હતી. જોકે મેદાન પર તેણે ગલ્વ્ઝ સાથે ઉતરીને અસંખ્ય ચાહકોને ચોંકાવી દીધા હતા.
ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓપનર જસ્ટિન લૅન્ગર લખનઊના હેડ કોચ તરીકે આઇપીએલમાં પહેલું જ અસાઇનમેન્ટ સંભાળી રહ્યા છે જેમાં તેમના ખેલાડીઓની સાથે તેમની પણ કસોટી થશે.
રોમાંચક મુકાબલા માટેની ઇલેવનમાં કોણ કોણ છે:
રાજસ્થાન: સેમસન (કેપ્ટન), યશસ્વી, બટલર, હેટમાયર, પરાગ, જુરેલ, અશ્વિન, સંદીપ, બૉલ્ટ, ચહલ, આવેશ.
લખનઊ: રાહુલ (કેપ્ટન), ડિકૉક, પડિક્કલ, પૂરન, સ્ટોઈનિસ, બદોની, કૃણાલ, બિશ્ર્નોઈ, મોહસીન, નવીન, યશ ઠાકુર.
ઇમ્પેક્ટ પ્લેયર તરીકે કોણ કોણ છે:
રાજસ્થાન: બર્ગર, પૉવેલ, કોટિયન, શિવમ દુબે, કુલદીપ સેન.
લખનઊ: હૂડા, મયંક યાદવ, મિશ્રા, પ્રેરક માંકડ, ગૌતમ.