IPL 2024સ્પોર્ટસ

IPL 2024 RCB vs PBKS: પંજાબ કિંગ્સે રોયલ ચેલેન્જર્સને જીતવા માટે 177 રનનો ટાર્ગેટ આપ્યો

બેંગલુરુઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની આજની રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સની વચ્ચેની મેચમાં બેંગલુરુએ ટોસ જીતીને બોલિંગ લેવાનો નિર્ણય લીધો હતો. પહેલી બેટિંગમાં આવેલા પંજાબ કિંગ્સ ઈલેવને 20 ઓવરમાં છ વિકેટે 176 રન બનાવ્યા હતા. રોયલ ચેલેન્જર્સને જીતવા માટે 177 રન કરવાના રહેશે. સાતમા ક્રમે રમવા આવેલા શશાંક સિંહે આઠ બોલમાં 21 રન ફટકારવાને કારણે રોયલ ચેલેન્જરને પડકારજનક સ્કોર આપવામાં પંજાબ કિંગ્સ સફળ રહ્યું હતું.

આ પણ વાંચો: IPL 2024: ચૂંટણીની આઇપીએલ પર નહીં થાય અસર, જાણો બાકી રહેલી મેચનું શેડયૂલ

પંજાબ કિંગ ઈલેવન પહેલી બેટિંગમાં આવ્યું હતું, જેમાં સુકાની શિખર ધવન મજબૂત ઈનિંગ (37 બોલમાં પાંચ ચોગ્ગા અને એક સિક્સર સાથે ) રમ્યો હતો. ધવન સિવાય તબક્કાવાર ઓપનરની વિકેટ ગુમાવતા પંજાબ ઈલેવન મર્યાદિત સ્કોર સુધી સીમિત રહ્યું હતું. આક્રમક રમત રમવા છતાં શિખર ધવન અને પ્રભાસિમરન સિંહની વિકેટ ઝડપવામાં ગ્લેન મેક્સવેલને સફળતા મળી હતી.

આ પણ વાંચો: બર્થ-ડે બૉય કૃણાલ પંડ્યાએ કૅચ છોડીને પણ અનેકનાં દિલ જીતી લીધા

પહેલી વિકેટ બેરસ્ટ્રો (છ બોલમાં આઠ રન)ની 17 રનના સ્કોરે મોહમ્મદ સિરાજે વિકેટ લીધી હતી, જ્યારે અલ્ઝારી જોસેફે લીઆમ લિવિંગ્સ્ટોન (13 બોલમાં 17 રન)ની વિકેટ લીધી હતી. બીજી વિકેટ પી. સિંહના સ્વરુપે નવમી ઓવરમાં 72 રનના સ્કોરે પડી હતી. પાંચમી વિકેટ સેમ કરેન અને છઠ્ઠી વિકેટ જિતેશ શર્માની પડી હતી.


પંજાબ કિંગ્સે 20 ઓવરમાં આઠ રન એક્સ્ટ્રા સાથે કુલ 176 રનનો સ્કોર કર્યો હતો, જેમાં રોયલ ચેલેન્જર્સ વતીથી સૌથી સફળ બોલર ગ્લેન મેક્સવેલ, મહોમ્મદ સિરાજે બબ્બે વિકેટ ઝડપી હતી, જ્યારે યશ દયાલ અને અલઝારી જોસેફે એક-એક વિકેટ ઝડપી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ