IPL 2024

IPL 2024 : ક્વૉલિફાયર-ટૂમાં હૈદરાબાદ (SRH)ના બિગ-હિટર્સ વિરુદ્ધ રાજસ્થાન (RR)ના સ્પિન-સ્ટાર્સ વચ્ચે જંગ

ચેન્નઈ: આઇપીએલમાં નવા ટીમ-સ્કોરનો બે વખત નવો ઇતિહાસ રચનાર અને આ ટૂર્નામેન્ટની સૌથી વિનાશક જોડી (ટ્રેવિસ હેડ-અભિષેક શર્મા) ધરાવતી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ અને સ્પિન-સ્ટાર્સ (અશ્ર્વિન, ચહલ, કેશવ મહારાજ)નો સમાવેશ ધરાવતી રાજસ્થાન રૉયલ્સની ટીમ વચ્ચે ચેન્નઈમાં શુક્રવારે (સાંજે 7.30 વાગ્યાથી) સેમિ ફાઇનલ સમાન ક્વૉલિફાયર-ટૂ મુકાબલો યોજાશે.

આ પણ વાંચો: IPL-24 : આઇપીએલમાં છ વર્ષનો રેકૉર્ડ ચાલુ રહેશે તો આ જ ટીમ ચૅમ્પિયન બનશે એ નક્કી છે!

રાજસ્થાનના ખેલાડીઓ સતત ચાર હાર બાદ બુધવારે બેન્ગલૂરુને હરાવીને ફરી વિજયીપથ પર આવી ગયા છે. હૈદરાબાદના પ્લેયર્સને મંગળવારે કોલકાતા સામે પરાજયનો કરન્ટ લાગ્યો હોવાથી થોડા ઓછા જુસ્સા સાથે મેદાન પર ઊતરશે, પણ પાવરપ્લેમાં તેઓ 11.48નો બેસ્ટ રનરેટ ધરાવતા હોવાથી ફાસ્ટેસ્ટ સ્કોરિંગ ટીમ તરીકે ઓળખાવા લાગી છે એટલે આ મુકાબલામાં રાજસ્થાનના બોલર્સની બોલિંગની પણ ધુલાઈ કરશે તો નવાઈ નહીં લાગે. આ ટૂર્નામેન્ટમાં ટ્રેવિસ હેડના નામે 533 રન, અભિષેકના નામે 470 રન અને ક્લાસેનના નામે 413 રન છે. ત્રણેયે મળીને કુલ 106 સિક્સર ફટકારી છે.

આ પણ વાંચો: ગઈકાલે RCBની હાર બાદ આ દિગ્ગજ ખેલાડીએ કરી રિટાયરમેન્ટની જાહેરાત…

અશ્ર્વિન ક્યારેય હેડને આઉટ નથી કરી શક્યો, તેને કાબૂમાં તો રાખી જ શક્યો છે. અભિષેક અને અશ્ર્વિન વચ્ચે પણ ચડિયાતા પુરવાર થવાની હરીફાઈ જોવા મળી શકે.

હિન્રિચ ક્લાસેને યુઝવેન્દ્ર ચહલની બોલિંગમાં ત્રણ વાર વિકેટ ગુમાવી છે, પણ તેના 46 બૉલમાં 108 રન પણ બનાવ્યા છે. હૈદરાબાદના ભુવનેશ્ર્વર સામે યશસ્વી જયસ્વાલે એકેય વાર વિકેટ નથી ગુમાવી અને તેના 33 બૉલમાં 54 રન બનાવ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
નરેન્દ્ર મોદી ફરી એક વાર બન્યા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તારક મહેતાની સોનૂનું કમબેક લાંબા સમય સુધી બેસીને કામ કરવાની આડઅસર પતિ સાથે નહીં, આ સ્પેશિયલ પર્સન સાથે રહે છે ઈટાલીનાં PM Giorgia Meloni…