નવી દિલ્હીઃ વન-ડે રેન્કિંગમાં પાકિસ્તાની ખેલાડી બાબર આઝમની બાદશાહી ખતમ થઇ છે. ભારતીય ક્રિકેટ ટીમના ઉભરતા સ્ટાર અને સ્ટાર ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ આઇસીસી રેન્કિંગમાં પહેલી વાર ટોચના સ્થાને પહોંચ્યા છે.
શુભમન ગિલ માટે આજનો દિવસ ખુબ જ શુભ પુરવાર થયો છે. ICC દ્વારા આજે નવીનતમ ODI રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે.
ICC દ્વારા જાહેર કરવામાં આવેલા લેટેસ્ટ ODI રેન્કિંગમાં તેને વિશ્વનો નંબર 1 બેટ્સમેન ગણાવવામાં આવ્યો છે. તેણે હવે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને પણ પાછળ છોડી દીધો છે. છેલ્લા બે વર્ષથી બાબર આઝમ ટોપ પર રહ્યો હતો. હવે ટોપના સ્થાને શુભમન ગિલ આવી ગયો છે. શુભમન ગિલ નંબર 1 પર કબજો મેળવનાર ભારતનો ચોથો બેટ્સમેન પણ બની ગયો છે. શુભમન ગિલ અને બાબર આઝમ વચ્ચેના પોઈન્ટ્સનો તફાવત પણ ઘણો મહત્વનો છે, એટલે કે બાબર આઝમ જલ્દીથી શુભમન ગિલને ફરીથી પછાડી શકશે એવું લાગતું નથી. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી સીધા જ ટોપ 5માં પોતાનું સ્થાન બનાવવામાં સફળ થયા છે.
શુભમન ગિલ પહેલા સચિન તેંડુલકર, એમએસ ધોની અને વિરાટ કોહલી એકમાત્ર એવા ભારતીય બેટ્સમેનો છે જેઓ નંબર 1 સ્થાન પર રહ્યા છે. હવે ગિલે આ પદ પર કબજો કરીને ઇતિહાસ રચ્યો છે.
ICC ODI રેન્કિંગમાં શુભમન ગિલના 830 પોઇન્ટ છે. બાબર આઝમના 826 પોઇન્ટ છે. ICC રેન્કિંગમાં, દક્ષિણ આફ્રિકાનો ક્વિન્ટન ડી કોક 771 રેટિંગ સાથે ત્રીજા નંબરે છે. પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી 770 પોઇન્ટ સાથે સીધા ચોથા નંબર પર આવી ગયા છે. ડેવિડ વોર્નર 743 રેટિંગ સાથે પાંચમા નંબર પર છે, જ્યારે ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા 739 પોઇન્ટ સાથે છઠ્ઠા નંબર પર છે.
હવે બોલિંગમાં આઇસીસી રેન્કિંગની વાત કરીએ તો ભારતીય બોલર મોહમમ્દ સિરાજ નંબર -વન પર આવી ગયા છે. આ ઉપરાંત ટોપ 10 બોલર રેન્કિંગમાં ટીમ ઇન્ડિયાના અન્ય ત્રણ બોલર કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમીનો સમાવેશ થાય છે.
પિતૃ પક્ષની દરરોજ સાંજે કરો આ કામ પિતૃદોષથી મળશે મુક્તિ
પિતૃ પક્ષની દરરોજ સાંજે કરો આ કામ પિતૃદોષથી મળશે મુક્તિ