IPL 2024ટોપ ન્યૂઝસ્પોર્ટસ

IND VS SL: ભારતે ‘કિંગ કોહલી’ને આપી ‘વિરાટ’ ભેટ, આફ્રિકાને 243 રનથી હરાવ્યું

જાડેજા 'બાપુ'એ રંગ રાખ્યો, ઝડપી આટલી વિકેટ

કોલકાતાઃ અહીંના ઈડન ગાર્ડન ખાતે 38મી વન-ડે મેચમાં ટીમ ઈન્ડિયાના 326 રનના પડકારજનક સ્કોર સામે બીજા દાવમાં દક્ષિણ આફ્રિકાની ટીમની પણ નિરુત્સાહી રમત રહી હતી. ભારતીય ટીમના બોલરમાં રવિન્દ્ર જાડેજા ‘બાપુ’, મહોમ્મદ શામી સહિત કુલદીપ યાદવની બોલિંગે રંગ રાખ્યો હતો. આજની દક્ષિણ આફ્રિકા સામેની 243 રનના સૌથી મોટા માર્જિનની જીતની ભારતીય ટીમે કિંગ કોહલીને સૌથી મોટી ભેટ આપી હતી.

આજની મેચમાં વિજય સાથે ભારત આ વખતના વન-ડે વર્લ્ડ કપમાં સતત આઠમી વખત વિજય થયો છે, જ્યારે 326 રનના ટાર્ગેટ સામે આફ્રિકાનો એક પણ બેટર 20થી પણ વધુ સ્કોર બનાવી શક્યો નહોતો. 27.1 ઓવરમાં 83 રને ઓલઆઉટ થયું હતું. ભારતીય બોલરમાં રવિન્દ્ર જાડેજાએ પાંચ વિકેટ ઝડપી હતી. નવ ઓવરમાં એક મેઈડન સાથે 33 રન આપ્યા હતા, ત્યારબાદ મહોમ્મદ સિરાજે ચાર ઓવરમાં એક વિકેટ, મહોમ્મદ શામીએ ચાર ઓવરમાં અઢાર રન સાથે બે વિકેટ તથા કુલદીપ યાદવે બે વિકેટ લીધી હતી. આજની મેચમાં જસપ્રીત બુમરાહને વિકેટ મળી નહોતી. દક્ષિણ આફ્રિકાના ઓપનિંગ બેટરમાં સૌથી પહેલી વિકેટ ક્વિન્ટન ડીકોકની મહોમ્મદ સિરાજની લીધી હતી, જેમાં ડીકોક 10 બોલમાં પાંચ રન બનાવ્યા હતા. છ રનના સ્કોરે ડીકોકની પહેલી વિકેટ પડી હતી, ત્યારબાદ 22 રનના સ્કોરે ટેમ્બા બુવામાની વિકેટ પડી હતી.

કેપ્ટન બુવામા પછી ત્રીજી વિકેટ 35 રને પડી હતી. એ. માર્કરમને મહોમ્મદ શામીએ નવ રનના સામાન્ય સ્કોરે આઉટ કર્યો હતો. ડસેન પણ 32 બોલમાં 13 રને શામીએ એલબીડબલ્યુમાં આઉટ કર્યો હતો, જ્યારે હેનરિક ક્લાસેનને પણ રવિન્દ્ર જાડેજાએ એલબીડબલ્યુમાં આઉટ કર્યો હતો.

આ બંને બેટરને ટીમ ઈન્ડિયાએ ડીઆરએસ (થર્ડ અમ્પ્યાર) મારફત આઉટની અપીલ કર્યા બાદ આઉટ થયા હતા. પાંચમી વિકેટ પછી ડેવિડ મિલરના સ્વરુપે આફ્રિકાની છઠ્ઠી વિકેટ પણ રવિન્દ્ર જાડેજાએ લીધી હતી, જ્યારે સાતમી વિકેટ જાડેજાએ કેશવ મહારાજની ઝડપી હતી. અગિયાર બોલમાં સાત રન કરીને કેશવ મહારાજની જાડેજાએ ક્લિન બોલ્ડ કર્યો હતો.

આઠમી અને નવમી વિકેટ 79 રનના સ્કોરે બે વિકેટ પડી હતી. મેર્કો જેન્સન (30 બોલમાં 14 રન) અને રબાડા (26 બોલમાં છ રન) એમ બંનેની વિકેટ પડી હતી. દસમી વિકેટ કુલદીપ યાદવે લીધી હતી.

તમારી જાણ ખાતર જણાવીએ તો આ વખતની વર્લ્ડ કપની મેચમાં આફ્રિકાએ 300 બોલમાં 428 રનનો સર્વોચ્ચ રેકોર્ડ બનાવ્યો હતો, જેમાં ડીકોક (100), રસી વાન ડસેન (108) અને એડન માર્કરમે (106) રન કર્યો હતા, જેમાં ત્રણ પ્લેયરનો રેકોર્ડ પહેલી વખત નોંધાયો હતો, પરંતુ આજે આ ત્રણેય બેટર પાણીમાં બેસી ગયા હતા.

અગાઉ શ્રી લંકા સામે 300 પ્લસનો સ્કોર કર્યા પછી સતત બીજી વખત આફ્રિકા સામે 300 પ્લસનો સ્કોર કર્યો હતો. આજની મેચમાં જીત સાથે ભારતની અત્યાર સુધીની આઠ મેચમાં આઠ જીત સાથે 14 પોઈન્ટ થયા છે, જ્યારે આફ્રિકાની આઠ મેચમાંથી બેમાં હારની સાથે છમાં વિજય થયો છે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker