IPL 2024ટોપ ન્યૂઝસ્પોર્ટસ

IND VS SA: બર્થ-ડે બોય ‘ચીકુ’એ સચિનના રેકોર્ડની કરી બરાબરી

ભારત સામે જીતવા માટે દક્ષિણ આફ્રિકાને રહેશે 327 રનનો લક્ષ્યાંક

કોલકાતાઃ અહીંના ઈડન ગાર્ડન ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વર્લ્ડ કપની 37મી વન-ડે મેચમાં સુકાની રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ લેવાનો નિર્ણય લીધો હતો. શ્રીલંકા સામે 357 રન કર્યા પછી આજે ભારતે દક્ષિણ આફ્રિકા સામે પડકારજનક સ્કોર કર્યો હતો. પચાસ ઓવરમાં પાંચ વિકેટ ભારતીય ટીમે 326 રન કર્યા હતા. દક્ષિણ આફ્રિકાવતીથી પાંચેય બોલરને એક-એક વિકેટ મળી હતી.

વર્લ્ડ કપની ટોચના ક્રમની વિજેતા ટીમ વચ્ચે શાનદાર ટક્કર છે, જેમાં આજની મેચનો હીરો ચિકુ એટલે વિરાટ કોહલી છે, કારણ કે આજે 35મો બર્થડે છે. આજે કોહલીએ 121 બોલમાં 10 ચોગ્ગા સાથે સદી (101 રન કરીને નોટઆઉટ) કરી હતી, જ્યારે તેની સાથે સચિન તેંડુલકરની 49 સદીની બરાબરી કરી હતી.

વન-ડે મેચમાં ભારતીય ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરની 49 સદીનો વિક્રમ હતો, પરંતુ આજના 35મા જન્મદિવસે તેના વિક્રમની બરોબરી કરીને નવો વિક્રમ નોંધાવ્યો છે. કિંગ કોહલીએ આજની મેચમાં શાનદાર ઈનિંગ રમ્યો હતો.

વિરાટ કોહલીના ક્રિકેટમાં કિંગ કોહલીથી લઈને અનેક નામથી બોલાવાય છે, જ્યારે તેના ચાહકો પણ તેને અવનવા નામથી બોલાવે છે, જેમાં તેના કોચ પણ ચીકનું નામથી બોલાવે છે. કિંગ કોહલીએ ખૂદ કહ્યું હતું કે તેના કોચ અજીત ચૌધરી તેને ચીકુ કહી બોલાવતા, જ્યારે ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન મરેન્દ્ર સિંહ ધોની પણ ચીકુ કહીને બોલાવતો હતો. કોહલી જ્યારે ડોમેસ્ટિક ક્રિેકટ રમતો ત્યારે ગાલ વધુ બહાર જોવા મળતા, તેથી લોકો તેને ચીકુ કહી બોલાવતા હતા.

આજની મેચમાં સુકાની રોહિત શર્માએ શાનદાર શરુઆત કરી હતી, જેમાં બે સિક્સર અને છ ચોગ્ગા સાથે 24 બોલમાં 40 રને રબાડાએ સુકાની ટેમ્બાના હાથમાં કોચ એન્ડ બોલ્ડ કર્યો હતો, પણ આજનો દિવસ બર્થ-ડે બોયનો હતો. બંને ઓપનર રોહિત પછી ગિલ પણ ભારતના 92 રનના સ્કોરે કેશવ મહારાજે આઉટ કર્યો હતો. ત્યારબાદ વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરે બાજી સંભાળી હતી. 227 રને ભારતની શ્રેયસ અચ્યરના સ્વરુપે ત્રીજી વિકેટ પડી હતી. શ્રેયસ અય્યરે 87 બોલમાં 77 રન બનાવીને આઉટ થયો હતો. ભારતની પાંચમી વિકેટ સૂર્ય કુમાર યાદવની પડી હતી, જેને 14 બોલમાં 22 રન બનાવ્યા હતા.

ચીકુ પાસે છે એકસે બઢકર એક કાર

ચીકુએ બોલીવૂડની સુંદરી અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યાની વાત નવી નથી, પરંતુ વિરાટને કાર રાખવાનો જબરો શોખ છે. વિરાટ એક કરતા અનેક સ્પોર્ટસ કારનું ક્લેક્શન છે, જેમ કે લોમ્બાર્ગિની હુરાકન (શો રુમની કિંમત 3.22 કરોડ) છે. એના સિવાય ઓડીની એ8એલ (1.98 કરોડનું મૂલ્ય) છે, જ્યારે તેનો બ્રાન્ડ એમ્બેસેડર પણ છે, તેથી તેની પાસે અનેક મોડલ મળી રહેશે. ઓડી આર8 વીટેન (બે કરોડ), ઓડીઆર8 એએમએક્સ લિમિટેડ, બેન્ટલે કોન્ટિનેન્ટલ જીટી પણ છે.

દિલ્હીમાં જન્મેલા ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ ત્રણ વર્ષની ઉંમરથી ક્રિકેટ રમવાનું શરુ કર્યું હતું. નવ વર્ષની ઉંમરે વેસ્ટ દિલ્હી ક્રિકેટ એકેડેમી શરુઆત કરી ત્યારબાદ 35 વર્ષ સુધીમાં તો કોહલીએ દુનિયામાં નામ જમાવી દીધું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો?