
વિશાખાપટ્ટનમઃ ઘરઆંગણે રમાયેલા વન-ડે વર્લ્ડ કપમાં ભારતની કાંગારુ સામે હાર પછી આજથી ટવેન્ટી-ટવેન્ટીની મેચનો ઓસ્ટ્રેલિયા સાથે શુભારંભ થયો હતો. ટોસ જીતીને ટીમ ઈન્ડિયાએ પહેલી બોલિંગ લીધી હતી. બેટિંગમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા માટે 209 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જ્યારે તેના જવાબમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ટીમે પડકારજનક સ્કોર અચીવ કરીને પહેલો વિજય અપાવ્યો હતો. આજે ભારતીય ટીમે બે વિકેટે 20 ઓવરમાં 209 રન ફટકારી વિજય મેળવ્યો હતો, જેમાં સૂર્ય કુમાર, ઈશાન કિશન અને અંતમાં રિંકુ સિંહ (14 બોલમાં 22 રન)ની વિસ્ફોટક બેટિંગને કારણે ભારત જીત્યું હતું.
બીજા દાવમાં સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળ આવેલી ભારતીય ટીમની બે વિકેટ સાવ સસ્તામાં પડી હતી. પહેલી વિકેટ ઋતુરાજ ગાયકવાડની 11 રને તથા 22 રને યશસ્વી જયસ્વાલની 22 રને પડી હતી, પરંતુ ત્યારબાદ ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવની ભાગીદારીમાં બીજા 112 રન ઉમેર્યા હતા.

દરમિયાન ઈશાન કિશને 39 બોલ(પાંચ સિક્સર અને બે ચોગ્ગા)માં 58 રન ફટકાર્યા હતા, પરંતુ તેની વિકેટ તનવીર સાંગાએ ઝડપી હતી. ત્યારબાદ તિલક વર્માની 154 રને (10 બોલમાં 12 રને આઉટ થતા) ભારતે ચોથી વિકેટ ગુમાવી હતી. પાંચમા ક્રમે રિંકુ સિંહે આવ્યો હતો, જેમાં શરુઆત સારી કરીને ભારતે જીતાડવાનો શાનદાર પ્રયાસ કર્યો હતો. પાંચમી વિકેટ સૂર્યકુમાર યાદવની પડી હતી, જેમાં 42 બોલ(નવ ચોગ્ગા અને ચાર સિક્સર)માં 80 રન કર્યા હતા.
ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 208 રન કર્યા હતા, જેમાં જોશ ઈંગ્લિશે પચાસ બોલમાં 110 રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમના બેટ્સમેન જોશ ઈંગ્લિશે ગુરુવારે ભારત સામે પ્રથમ ટી-20 મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ મેચમાં તેણે તેની ટી-20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. આ ફોર્મેટમાં આ તેની સર્વશ્રેષ્ઠ ઈનિંગ્સ પણ છે. ભારતીય ક્રિકેટ ટીમના બિનઅનુભવી બોલિંગ આક્રમણ સામે આક્રમક રણનીતિ અપનાવીને જોશે શાનદાર ઇનિંગ્સ રમી હતી.
આક્રમક બેટ્સમેન ઈંગ્લિશે શાનદાર બેટિંગ કરીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. જોશ ઇગ્લિશે 47 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તેણે 9 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા. ઇંગ્લિશે તેના સાથી ખેલાડી સ્ટીવ સ્મિથ સાથે બીજી વિકેટ માટે 130 રનની સદીની ભાગીદારી કરી હતી. અત્યાર સુધીમાં તેણે 13 ટી-20 ઈન્ટરનેશનલ મેચોની 13 ઈનિંગ્સમાં 350થી વધુ રન કર્યા છે.