અમદાવાદ: 2022ની ચૅમ્પિયન અને 2023ની રનર-અપ ટીમ ગુજરાત ટાઇટન્સે અહીં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઇપીએલના ઇતિહાસની ટૉપ-સ્કોરર ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદને ઑલરાઉન્ડ પર્ફોર્મન્સથી પરાજિત કરી હતી. હૈદરાબાદની ટીમ ગુજરાતને 163 રનનો જે લક્ષ્યાંક આપી શકી હતી એ બહુ મોટો નહોતો, પરંતુ મૅચને છેક છેલ્લી ઓવર સુધી લઈ જઈને ગુજરાતે એ સાધારણ ટાર્ગેટને મુશ્કેલ બનાવી દીધો હતો. શુભમન ગિલની ટીમે 19.1 ઓવરમાં ત્રણ વિકેટે 168 રન બનાવ્યા હતા અને સાત વિકેટે વિજય મેળવ્યો હતો.
આ પણ વાંચો: IPL 2024: નેહરા કહે છે, ‘મેં હાર્દિકને ગુજરાત ટાઇટન્સ છોડી જતા જરૂર રોક્યો હોત જો તે…’
એક તરફ હૈદરાબાદને 27મી માર્ચે મુંબઈ ઇન્ડિયન્સ સામે 277/3નો રેકૉર્ડ-બ્રેક સ્કોર અપાવનાર ચાર બૅટર્સ (ક્લાસેન, અભિષેક, ટ્રેવિસ હેડ, માર્કરમ) હતા જેઓ તમામ સારું રમવામાં નિષ્ફળ ગયા હતા ત્યાં બીજી બાજુ ગુજરાતને ટૉપ અને મિડલ-ઑર્ડરના બૅટર્સે જ જીત અપાવી હતી. એમાં ઓપનર વૃદ્ધિમાન સાહા (પચીસ રન, 13 બૉલ, બે સિક્સર, એક ફોર), કૅપ્ટન ગિલ (36 રન, 28 બૉલ, એક સિક્સર, બે ફોર), ઇમ્પૅક્ટ પ્લેયર સાંઇ સુદર્શન (45 રન, 36 બૉલ, એક સિક્સર, ચાર ફોર), ડેવિડ મિલર (44 અણનમ, 27 બૉલ, બે સિક્સર, ચાર ફોર) તેમ જ વિજય શંકર (14 અણનમ, 11 બૉલ, બે ફોર)નો સમાવેશ હતો. હૈદરાબાદના શાહબાઝ, મયંક માર્કન્ડે અને પૅટ કમિન્સને એક-એક વિકેટ મળી હતી. ભુવનેશ્ર્વર, ઉનડકટ, વૉશિંગ્ટન સુંદર વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યા હતા.
આ પણ વાંચો: IPL 2024 ગુજરાત ટાઇટન્સ શમીની ગેરહાજરીમાં તેના નાના ભાઈને અજમાવશે?
ગુજરાતે 24મી માર્ચે અમદાવાદમાં મુંબઈને છ રનથી હરાવ્યા પછી હવે હૈદરાબાદને સાત વિકેટે હરાવ્યું.
19મી નવેમ્બરે ઑસ્ટ્રેલિયાએ ભારતને વર્લ્ડ કપની ફાઇનલ આ જ મેદાન પર જીતી લીધી હતી. ટ્રેવિસ હેડ એમાં 137 રન બનાવીને મૅન ઑફ ધ ફાઇનલ બન્યો હતો અને પૅટ કમિન્સ ત્યારે ચૅમ્પિયન કૅપ્ટન બન્યો હતો. એ રીતે હેડ અને કમિન્સ માટે અમદાવાદનું ગ્રાઉન્ડ યાદગાર છે, પણ ગુજરાત સામે હારી જતાં તેમણે હવે આઇપીએલમાં હવે પછીની મૅચો માટે ખાસ પ્લાનિંગ કરવું પડશે. બીજી રીતે કહીએ તો નવેમ્બરમાં પૅટ કમિન્સની ટીમને હરાવવાનું જે કામ રોહિત શર્મા ન કરી શક્યો એ કામ આઇપીએલમાં શુભમન ગિલની ટીમે કરી દેખાડ્યું. ભલે નવેમ્બરની ભારતીય ટીમ અને રવિવારની ગુજરાત ટાઇટન્સની ટીમમાં જમીન-આસમાનનો ફરક હતો, પરંતુ પૅટ કમિન્સે આખરે ભારતીય ખેલાડીની કૅપ્ટન્સીમાં પરાજય જોયો ખરો.
આ પણ વાંચો: તો આ છે હાર્દિકના ગુજરાત ટાઇટન્સ છોડવા પાછળની ઇનસાઇડ સ્ટોરી…
પરાજિત સુકાની પૅટ કમિન્સે મૅચ પછી કહ્યું, ‘મુકાબલો ખૂબ રોમાંચક હતો, પણ અમને 10થી 15 રન ઓછા પડ્યા. જો એ બનાવી શક્યા હોત તો પરિણામ જૂદું હોત. શરૂઆતના સમયગાળામાં અમે બે-ત્રણ વિકેટ ગુમાવી એટલે કોઈ મોટી ભાગીદારી ન થઈ અને અમારામાંથી કોઈ પ્લેયર હાફ સેન્ચુરી પણ ન બનાવી શક્યો.
આ પણ વાંચો: હૈદરાબાદનો યુ-ટર્ન, મુંબઈ સામે રેકૉર્ડ કર્યા પછી ગુજરાત સામે એકેય હાફ સેન્ચુરી નહીં
એ પહેલાં, હૈદરાબાદે બૅટિંગ પસંદ કરી હતી પરંતુ એ ટીમ 20 ઓવરમાં આઠ વિકેટે માત્ર 162 રન બનાવી શકી હતી.
ઘરઆંગણે મુંબઈ ઇન્ડિયન્સ સામે તૂફાની ઇનિંગ્સ રમનાર હિન્રિચ ક્લાસેન અમદાવાદમાં ગુજરાત સામે બે સિક્સર, એક ફોરની મદદથી માત્ર 24 રન, અભિષેક શર્મા બે સિક્સર અને બે ફોર સાથે 29 રન, ટ્રેવિસ હેડ ત્રણ ફોર સાથે 19 રન અને એઇડન માર્કરમ એક પણ છગ્ગા-ચોક્કા વગર 17 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.
આ પણ વાંચો: IPL: PBKS VS LSG: લખનઊની હારની બાજી જીતમાં પલટાવનારા મયંક યાદવ કોણ છે?
અભિષેક અને અબ્દુલ સામદના 29-29 રન ટીમમાં હાઈએસ્ટ હતા. મયંક અગરવાલ માત્ર 16 રન અને શાહબાઝ અહમદ બાવીસ રન બનાવીને વિકેટ ગુમાવી બેઠો હતો.
ગુજરાતનો પેસ બોલર મોહિત શર્મા ત્રણ વિકેટ સાથે સૌથી સફળ બોલર બન્યો હતો, જ્યારે ઓમરઝાઇ તેમ જ ઉમેશ યાદવ, રાશીદ ખાન અને નૂર અહમદ એક-એક વિકેટ લઈ શક્યા હતા.
મોહિત શર્માને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો. કૅપ્ટન ગિલે તેના વિશે મૅચ પછી કહ્યું, ‘અમારા બોલર્સ ખાસ કરીને નૂર અહમદ, રાશીદભાઈ (રાશીદ ખાન)એ ખૂબ સારી બોલિંગ કરી. તેઓ વર્લ્ડ-ક્લાસ બોલર છે. દર્શન નાલક્ધડેએ ખૂબ સારી બોલિંગ કરી. મોહિતના વખાણ કરું એટલા ઓછા છે. બૅક ટુ બૅક ત્રણથી ચાર ઓવર બોલિંગ કરવી આસાન નથી. તેણે યૉર્કર અને સ્લો બૉલ ફેંકીને બૅટર્સને મૂંઝવણમાં મૂકી દીધા હતા.’
Taboola Feed