નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ઓપનર અને વિવાદાસ્પદ ક્રિકેટર કમ રાજકારણી ગૌતમ ગંભીરે વર્લ્ડ કપ 2023ના સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવનની પસંદગી કરી છે. ગંભીરે આ ટીમમાં ચાર ભારતીય ખેલાડીઓને સામેલ કર્યા છે, જેમાં રોહિત શર્મા અને દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોકને આ ટીમમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે પસંદ કર્યા છે, જ્યારે વિરાટ કોહલીને આ ટીમમાં નંબર 3 માટે સ્થાન આપ્યુ છે.
આ સિવાય ગંભીરે આ ટીમમાં એક પણ પાકિસ્તાની ખેલાડીનો સમાવેશ કર્યો નથી. રોહિત અને વિરાટ ઉપરાંત જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીને ગૌતમ ગંભીરની વર્લ્ડ કપની સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું છે. આ બંને બોલરોએ શાનદાર બોલિંગ કરી હતી.
શમી વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. ગૌતમ ગંભીરે એક મુલાકાતમાં પોતાની સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી હતી. ગંભીરે ભારતીય ઓપનર શુભમન ગિલને પોતાની ટીમમાં સામેલ કર્યો નથી.
અફઘાનિસ્તાનમાંથી 2, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાંથી 1-1 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. ડી કોક ઉપરાંત દક્ષિણ આફ્રિકા તરફથી હેનરિક ક્લાસેન અને માર્કો જેન્સનને સ્થાન મળ્યું છે. અફઘાનિસ્તાન તરફથી રાશિદ ખાન અને અઝમતુલ્લા ઓમરઝાઈની પસંદગી કરવામાં આવી છે. ન્યૂઝીલેન્ડના ડેરીલ મિશેલ અને ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલને આ ટીમમાં સ્થાન આપ્યું છે.
Taboola Feed