મુંબઈઃ આઈસીસી વર્લ્ડ કપમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ભારત હારી ગયું અને ટીમ ઈન્ડિયાનો સતત આગળ વધી રહેલો વિજયરથ અટકી ગયો હતો. ટીમ ઈન્ડિયાને સતત વિજયભણી લઈ જનારી ભારતીય ટીમ અને ટીમના સુકાની રોહિત શર્મા હજુ હારની નિરાશામાંથી બહાર આવ્યો નથી, પરંતુ રોહિતની દીકરી સમાયરાએ સૌથી મોટી વાત કહીને હારનારા લોકો માટે પણ એક શિખ આપી છે. દરમિયાન રોહિત અને દીકરી સાથેનો એક ફોટો સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં સમાયરાના ખોળામાં માથું મૂકીને રોહિત જોવા મળે છે જેને જોઈને લોકો ગદગદ થઈ ગયા હતા.
આખા વર્લ્ડ કપમાં રોહિતની સેનાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં સુકાની તરીકે રોહિત શર્માએ પણ. વિસ્ફોટક બેટિંગ કરીને સિક્સર કિંગ બનવા છતાં છેલ્લી મેચ હાર્યા પછી સુકાની તરીકે જીતવામાં યશ મળ્યો નહીં. હારથી નિરાશ રોહિત થયો છે, પરંતુ તેની દીકરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહ્યો છે. 22 સેકન્ડનો વાઈરલ થયેલા વીડિયોમાં દીકરી સમાયરા મજાની વાત કરે છે, જે લોકો માટે મિસાલ બની ગઈ છે.
વાઈરલ વીડિયોમાં પત્રકાર લાડલી દીકરી સમાયરાના પૂછે છે કે વ્હેર યોઝ યોર ફાધર? બ્લુ સ્વેટરમાં સજ્જ સમાયરા ગંભીરતાથી જવાબ આપે છે હી ઈઝ રુમ. હી ઈઝ ક્વાઈટ બટ પોઝિટિવ એન્ડ વિથઈન વન મંથ હી વિલ અગેન લાફ. (તેઓ રુમમાં છે. તેઓ શાંત છે, પરંતુ પોઝિટિવ છે અને એક મહિનામાં ફરીથી હસશે) 22 સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા પછી લોકોએ સમાયરાના જવાબની નોંધ લીધી હતી.
આ વીડિયો ક્યારનો છે એના અંગે કોઈ નક્કર માહિતી હજુ સુધી મળી નથી, પરંતુ મેચ હાર્યા પછી રોહિત ફરી મૂડમાં ક્યારે આવી શકે છે એના અંગે ચોક્કસ માહિતી દીકરીએ આપી છે. વર્લ્ડ કપમાં હાર્યા પછી પણ પત્ની રિતિકાએ પણ રોહિતને સંભાળવાની કોશિશ કરી હતી.