બેંગલુરુઃ વર્લ્ડ કપની 25મી મેચમાં અગાઉના વિશ્વ વિજેતા ઈંગ્લેન્ડની ટીમ સામે આજે શ્રીલંકાની મેચ હતી. અહીંના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડના સુકાની જોસ બટલરે ટોસ જીતીને પહેલી બેટિંગ લીધી હતી, પરંતુ ઇંગ્લેન્ડના બેટર રીતસર પાણીમાં બેઠાં હતા. 33.2 ઓવરમાં ઇંગ્લેન્ડની ટીમ 156 રનમાં ઘરભેગી થઈ હતી.
પહેલા સ્પેલમાં તબક્કાવાર વિકેટ ગુમાવતા ઇંગ્લેન્ડે સાવ સામાન્ય સ્કોર નોધાવ્યો હતો. પહેલી વિકેટ 45 રનના સ્કોરે ડેવિડ મલાનની પડી હતી, ત્યારબાદ 57 રને જો રુટ, 68 રને બેરસ્ટ્રોની ત્રીજી, 77 રને બટલરની ચોથી તથા 85 રને લિવિંગસ્ટોનની પાંચમી વિકેટ પડી હતી. ત્યારબાદ છઠ્ઠી અને સાતમી વિકેટ અનુક્રમે 122 અને 123 રને પડી હતી, ત્યારબાદ 137 રને બેન સ્ટોક્સની વિકેટ પડી હતી.
નવમી વિકેટ આદિલ રાશિદના સ્વરુપે પડી હતી. ઇંગ્લેન્ડવતીથી સૌથી વધુ રન બેન સ્ટોકસ, ડેવિડ મલાન (28), જોની બેરસ્ટો (30), મોઈન અલી અને ડેવિડ વિલેએ બનાવ્યા હતા. બેન સ્ટોકસે 73 બોલમાં 43 રન કર્યા હતા, ત્યારબાદ બાકીના અન્ય બેટરે સાવ સામાન્ય સ્કોરમાં પેવેલિયન ભેગા થયા હતા.
શ્રી લંકાવતીથી સૌથી વધુ વિકેટ લાહિરુ કુમારા (ત્રણ વિકેટ લીધી)એ સારી બોલિંગ ફેંકી હતી, ત્યારબાદ કસુન રંજીતા, એન્જેલો મેથ્યુસે પણ બબ્બે વિકેટ ઝડપી હતી, જ્યારે મહેશ ટીકાશાએ એક વિકેટ લીધી હતી. 33.2 ઓવરમાં ઈંગ્લેન્ડ ઓલઆઉટ થવાથી સૌથી સામાન્ય સ્કોર વર્લ્ડ કપમાં કરવાનો રેકોર્ડ નોંધાયો હતો, જેમાં ગઈકાલે દક્ષિણ આફ્રિકા સામે નેધરલેન્ડે 90 રને ઓલઆઉટ થઈને હાર્યું હતું.
આ ટુર્નામેન્ટમાં ઈંગ્લેન્ડ અને શ્રીલંકા બંનેએ અત્યાર સુધી ચાર-ચાર મેચ રમી છે. બંનેને એક-એક જીત મળી છે. આ વખતના વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડની ટીમનું સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું છે.
Taboola Feed