
કોલકાતાઃ ફાઇનલમાં ભારતનો સામનો કરશે. બંને ટીમો ફાઈનલની ટિકિટ મેળવવા ઈચ્છે છે, જેને જોતા આજની મેચ ખૂબ જ રોમાંચક બનવાની શક્યતા છે. ભારતીય ટીમે પ્રથમ સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડને 70 રને હરાવ્યું હતું.
દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023ની બીજી સેમિફાઇનલ મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સ મેદાન પર રમાશે. આ મેદાન પર બેટ્સમેનોનું વર્ચસ્વ જોવા મળે છે. આ મેદાન પર છેલ્લી મેચ ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી જેમાં પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લિશ ટીમે 337 રન બનાવ્યા હતા. જોકે, આ વર્લ્ડ કપમાં અહીં બહુ મોટા સ્કોર જોવા મળ્યા નથી. બેટ્સમેનોની સાથે પિચ ફાસ્ટ બોલરોને શરૂઆતમાં સારી મદદ કરે છે.
ઈડન ગાર્ડન્સ મેદાન પર અત્યાર સુધીમાં કુલ 39 વનડે મેચ રમાઈ છે જેમાંથી 23 મેચમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમનો વિજય થયો છે, જ્યારે 15 મેચમાં પીછો કરનાર ટીમનો વિજય થયો છે. એટલે કે ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય આ મેદાન પર વધુ ફાયદાકારક સાબિત થયો છે. આ મેદાન પર પ્રથમ દાવમાં સરેરાશ સ્કોર 242 રન થયો છે, જ્યારે બીજી ઈનિંગમાં સરેરાશ સ્કોર 198 રન થયો છે.