IPL 2024સ્પોર્ટસ

આઇપીએલ-2024ના કૅપ્ટનો શો-ટાઇમ માટે તૈયાર

ચેન્નઈ: આઇપીએલની 17મી સીઝનની શુક્રવારે ધમાકેદાર શરૂઆત થાય એ પહેલાં એના કૅપ્ટનોએ ફોટો માટે સાથે ઊભા રહીને પોઝ આપ્યો હતો. આ સુકાનીઓમાં હાર્દિક પંડ્યા (મુંબઈ), ઋતુરાજ ગાયકવાડ (ચેન્નઈ), ફૅફ ડુ પ્લેસી (બૅન્ગલોર), કેએલ રાહુલ (લખનઊ), રિષભ પંત (દિલ્હી), શુભમન ગિલ (ગુજરાત), સંજુ સૅમસન (રાજસ્થાન), શ્રેયસ ઐયર (કોલકાતા), પૅટ કમિન્સ (હૈદરાબાદ)નો સમાવેશ હતો. પંજાબ કિંગ્સના સુકાની શિખર ધવનના સ્થાને વાઇસ-કૅપ્ટન જિતેશ શર્મા હાજર હતો.

શુક્રવારે પહેલી મૅચ ચેન્નઈ અને બૅન્ગલોર વચ્ચે રમાશે. એમએસ ધોનીએ કૅપ્ટન્સીના સૂત્રો પુણેના ગાયકવાડને સોંપ્યા છે એટલે હવે પહેલી જ મૅચમાં તેની (ગાયકવાડની) બૅટિંગની તેમ જ કૅપ્ટન્સીની કસોટી થશે. બીજી તરફ, ધોની સ્ટમ્પ્સની પાછળથી ગાયકવાડને માર્ગદર્શન આપતો જરૂર જોવા મળશે, પરંતુ પોતે સુકાનીના બોજમાંથી મુક્ત થઈ રહ્યો હોવાથી તેની કેટલીક ધમાકેદાર ઇનિંગ્સ જોવા મળશે તો નવાઈ નહીં લાગે. ધોનીની આ લગભગ છેલ્લી આઇપીએલ છે.

આ પણ વાંચો: IPL 2024: 10 યુવાનોમાંથી કોણ-કોણ આકર્ષણ જમાવશે?

શનિવારે દિલ્હી-પંજાબ વચ્ચે તેમ જ કોલકતા-હૈદરાબાદ વચ્ચે ટક્કર થશે. રવિવારે લખનઊ અને રાજસ્થાનની ટીમ આમનેસામને આવશે અને એ જ દિવસે અમદાવાદમાં મુંબઈ અને ગુજરાત વચ્ચે રસાકસી થશે.

આઇપીએલની આ સીઝનની હજી માત્ર 21 મૅચનું શેડ્યૂલ જાહેર કરાયું છે. હવે લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ હોવાથી બાકીની મૅચોના સમયપત્રકની થોડા દિવસમાં જાહેરાત કરવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button