IPL 2024સ્પોર્ટસ

કોહલી-પાટીદારની હાફ સેન્ચુરી સાથે બેન્ગલૂરુનો હૈદરાબાદને પડકારરૂપ ટાર્ગેટ

હૈદરાબાદ: આઇપીએલની 17મી સીઝનમાં એક્ઝિટના દરવાજાની લગોલગ પહોંચી ગયેલી રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી) ટીમે રહીસહી આશા જાળવી રાખવા ઉપરાંત હરીફ ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદની બાજી બગાડવાના હેતુથી અને હૈદરાબાદને પ્રથમ બૅટિંગનો મોકો ન આપવાના આશયથી ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ પસંદ કરી હતી અને સાત વિકેટે 206 રન બનાવ્યા હતા.

20મી એપ્રિલે દિલ્હીમાં દિલ્હી કૅપિટલ્સના કૅપ્ટન રિષભ પંતે ટૉસ જીત્યા પછી હૈદરાબાદને બૅટિંગ આપવાની જે ભૂલ કરી હતી એ ડુ પ્લેસીએ આ મૅચમાં ન કરી. તેણે બૅટિંગ પસંદ કરી હતી. દિલ્હીએ 20મીએ બૅટિંગ આપ્યા પછી હૈદરાબાદની ટીમે સાત વિકેટે 266 રનનો ખડકલો કરી દીધો હતો અને પછી દિલ્હી 199 રન બનાવતાં 67 રનથી હારી ગયું હતું.


આ પણ વાંચો:
સિલેક્ટરો અવઢવમાં: વર્લ્ડ કપમાં આવેશ ખાનને લેવો કે બિશ્નોઈ-અક્ષરમાંથી કોઈ એક સ્પિનરને?

હૈદરાબાદ સામે બેન્ગલૂરુએ સાત વિકેટે બનાવેલા 206 રનમાં બે બૅટરની હાફ સેન્ચુરી હતી. વિરાટ કોહલી (51 રન, 43 બૉલ, એક સિક્સર, ચાર ફોર) કરતાં રજત પાટીદારે (50 રન, 20 બૉલ, પાંચ સિક્સર, બે ફોર)ની સેન્ચુરી ધમાકેદાર અને દમદાર હતી. કોહલી પાવરપ્લે પછી ધીમો પડી ગયોહતો. પાટીદાર અને કોહલી વચ્ચે ત્રીજી વિકેટ માટે 65 રનની પાર્ટનરશિપ થઈ હતી. એનાથી મોટી ભાગીદારી નહોતી થઈ, પરંતુ બેન્ગલૂરુની ટીમ ધારણા કરતાં સારું રમીને હૈદરાબાદને 207 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપી શકી હતી. કૅમેરન ગ્રીન (37 રન, 20 બૉલ, પાંચ ફોર) અણનમ રહ્યો હતો. પહેલી જ વખત રમેલા ઉત્તર પ્રદેશના સ્વપ્નિલ સિંહ (12 રન, 6 બૉલ, એક સિક્સર, એક ફોર)એ પોતાની આક્રમક બૅટિંગની થોડી ઝલક દેખાડી હતી અને ઇનિંગ્સના અંતિમ બૉલમાં (નટરાજનના બૉલમાં) આઉટ થયો હતો. વિલ જૅક્સ છ રન, કાર્તિક 11 રન અને લૉમરૉર સાત રન બનાવીને આઉટ થયો હતો.

કૅપ્ટન ફાફ ડુ પ્લેસી (પચીસ રન, 12 બૉલ, એક સિક્સર, ત્રણ ફોર)ની કોહલી સાથે 48 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી. તેને દિલ્હી તથા કોલકાતા સામે સફળ બોલિંગ કરનાર ટી. નટરાજને એઇડન માર્કરમના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો.

હૈદરાબાદના બોલર્સમાં જયદેવ ઉનડકટ (4-0-30-3) સૌથી સફળ હતો. નટરાજને બે અને કમિન્સ તથા માર્કન્ડેને એક-એક વિકેટ મળી હતી.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker