
અમદાવાદઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે અને આ મેચ વચ્ચે ટીમ ઈન્ડિયા માટે ચિંતા કરાવે એવા સમાચાર આવ્યા છે. આ સમાચાર ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી સંબંધિત છે.
મળી રહેલી માહિતી પ્રમાણે મોહમ્મદ શમીની માતા અંજુમ આરાની તબિયત બગડતા તેમને ઉત્તર પ્રદેશના અમરોહાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે, હજી સુધી અંજુમ આરાની તબિયત કયા કારણસર બગડી છે એની કોઈ ચોક્કસ માહિતી જાણવા મળી નથી. હાલમાં શમીની બહેન માતા સાથે હોસ્પિટલ હાલ તેમની તબિયત કેમ બગડી છે તે અંગે કોઈ માહિતી જાણવા મળી નથી. મોહમ્મદ શમીની બહેન હાલમાં તેની માતા સાથે હોસ્પિટલમાં છે.
આજે સવારે જ અંજુમ આરાએ ટીમ ઈન્ડિયા અને દીકરાની સફળતા માટે પ્રાર્થના કરી હતી. એક પ્રસાર માધ્યમને આપેલી મુલાકાત દરમિયાન અંજુમ આરાએ એવું જણાવ્યું હતું કે, આજે સવારે જ શમી સાથે મારી વાત થઈ છે અને તેણે બધાના ખબર અંતર પૂછ્યા છે અને ત્યાર બાદ તે ડ્રેસિંગ રૂમમાં જતો રહ્યો હતો. હવે એ વાત તો બધા જ જાણે છે કે કે ડ્રેસિંગ રૂમમાં જઈને પ્લેયર કોઈ સાતે ફોન પર વાત કરી શતતા નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે અમરોહાના અલીનગરના સહસપુર ગામમાં રહેતી મોહમ્મદ શમીની માતાએ ઈન્ટરવ્યુમાં એવું પણ જણાવ્યું હતું કે અમને બધાને જ વિશ્વાસ છે કે આ વખતે ટીમ ઈન્ડિયા જ વર્લ્ડકપ જિતશે.
અહીંયા તમારી જાણ માટે કે આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડકપની ફાઈનલ રમાઈ રહી છે અને આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા અત્યાર સુધી એક પણ મેચ હારી નથી. ન્યૂઝીલેન્ડ સામેની સેમિફાઇનલ મેચમાં મોહમ્મદ શમી જીતનો હીરો રહ્યો હતો. તેમણે આ મેચમાં 7 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો હતો.