ચેન્નઈ: ભારતના ઘર આંગણે રમાઈ રહેલા વર્લ્ડ કપમાં આજે વધુ એક મહત્વપૂર્ણ મેચ રમાશે. અહીંના ચેપોક સ્ટેડિયમ ખાતે પાકિસ્તાનની દક્ષિણ આફ્રિકા સામે છે, જેમાં પાકિસ્તાન માટે કરો યા મરોની જેમ રમવું પડશે. આજની મેચમાં પાકિસ્તાનની ટીમે ટોસ જીત્યો છે, જેમાં બાબર આઝમે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાન આ અગાઉ અફઘાનીસ્તાન સામે ભૂંડી રીતે હર્યું હતું, જ્યારે પ્રતિસ્પર્ધી આફ્રિકાની ટીમ સૌથી વધુ આક્રમક રીતે આગળ વધી રહી છે. દક્ષિણ આફ્રિકા પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે છે, જ્યારે પાકિસ્તાનની ખરાબ હાલત છે.
પાકિસ્તાનની ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. હસન અલી બીમાર છે, વસીમ જુનિયરે તેની જગ્યા લીધી છે. આ ઉપરાંત, ઉસામા મીર પણ બહાર છે, તેના બદલે નવાઝને તક મળી છે. દક્ષિણ આફ્રિકાની ટીમમાં સુકાની ટેમ્બા બાવુમા પરત ફર્યો છે. ટેમ્બા બીમારીના કારણે અગાઉની છેલ્લી બે મેચમાં રમ્યો નહોતો. લુંગી એનગીડી અને તબરેઝ શમ્સી પણ પરત ફર્યા છે, જ્યારે રબાડા આજની મેચ નહિ રમે. ભૂતકાળમાં જોઈએ તો વર્ષ 1999ના વન-ડે વર્લ્ડ કપ પછી વન-ડે વર્લ્ડ કપ હોય કે પછી T20 વર્લ્ડ કપ હોય દક્ષિણ આફ્રિકાની ટીમ પાકિસ્તાન સામે જીતવામાં સફળ રહી નથી. અલબત્ત, છેલ્લા 24 વર્ષથી પાકિસ્તાને વન-ડે અને ટ્વેન્ટી-20ના વર્લ્ડ કપ એમ બંનેમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું છે. બને ટીમ વચ્ચે 82 વન-ડે મેચ રમાઈ છે, જેમાં સાઉથ આફ્રિકાએ 51 અને પાકિસ્તાને 30 વખત જીત્યું છે, જ્યારે એક મેચ અનિર્ણિત રહી હતી. વન-ડે વર્લ્ડ કપમાં બને ટીમ વચ્ચે 5 મેચ રમાઈ છે, જેમાં સાઉથ આફ્રિકાએ 3 અને પાકિસ્તાને 2 મેચ જીતી છે.
Taboola Feed