IPL-2024માં સતત બીજી વખત હારનો સામનો કર્યા બાદ MI’s Captain Hardik Pandyaએ પોતાની ભૂલ સ્વીકારતા ટીમના એક્સ કેપ્ટન રોહિત શર્માને લઈને પણ વાત કરી હતી. એટલું જ નહીં પણ હાર્દિકે એ વિશે પણ વાત કરી કે ક્યાં તેનો પ્લાન તેના પર જ ભારે પડ્યો હતો. આવો જોઈએ હાર્દિકે શું કહ્યું…
સનરાઈઝર્સ હૈદરાબાદ સામે મળેલાં કારમા પરાજય બાદ હાર્દિક પંડ્યાએ વાત કરતાં જણાવ્યું હતું કે વિકેટ સારી હતી, પણ અમે નહોતું વિચાર્યું કે આટલો સ્કોર બનશે. જોકે, એનો અર્થ એવો પણ થાય છે કે બેટ્સમેને ખૂબ જ સારી બેટિંગ કરી હતી. આજે 500થી વધુ રન બન્યા એટલે એનો મતલબ એ છે કે પીચ બેટ્સમેન માટે ખૂબ જ સારી હતી.
આગળ હાર્દિકે જણાવ્યું હતું કે અમે બોલિંગ વખતે કંઈક અલગ ટ્રાય કરી શક્યા હોત, પણ અમારી પાસે એક યંગ બોલિંગ લિસ્ટ છે. અમારી ટીમે પણ સારી બેટિંગ કરી. કિશન, રોહિત અને તિલક વર્માએ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું પણ તેમ છતાં કેટલીક એવી વસ્તુઓ હતી કે જ્યાં થોડી ગડબડ થઈ ગઈ. જો અમે એ વસ્તુઓ ઠીક કરી લઈને બધું ઠીક થઈ શકે છે.
મેચની વાત કરીએ તો ટોસ જિતીને હાર્દિકે પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને પહેલી મેચની જેમ જ હાર્દિકે પહેલાં પાવર પ્લેમાં જસપ્રીત બુમરાહને એક જ ઓવર આપી હતી અને ત્યાર બાદ 13મી ઓવર આપી. નિષ્ણાતોના મતે હાર્દિકની આ જ ભૂલને કારણે સનરાઈઝર્સ હૈદરાબાદ આટલો મોટો સ્કોર કરવામાં સક્ષમ રહી હતી.
સનરાઈઝર્સ હૈદરાબાદે પહેલાં બોલિંગ કરીને 277 રન બનાવ્યા હતા. ત્રણેય બેટ્સમેન હાફ સેન્ચ્યુરી ફટકારી હતી. અભિષેક શર્માએ આઈપીએલ-2024ની ફાસ્ટેસ્ટ્સ ફિફટી ફટકાર્યા હતા. જ્યારે હેનરિક ક્લાસેન 80 રન બનાવીને અણનમ રહ્યો હતો, જેની સામે જવામાં મુંબઈ ઈન્ડિયન્સ 246 રન જ બનાવી શકી હતી.
Taboola Feed