IPL 2024સ્પોર્ટસ

IPL 2024, LSG vs PBKS: આજે લખનઉમાં કે એલ રાહુલ સામે ગબ્બરની ટક્કર, આ ખેલાડીઓ પર રહેશે નજર

લખનઉ: ઇન્ડીયન પ્રીમિયર લીગ(IPL)ની 17મી સિઝનની શરૂઆતમાં જ રોમાંચક મેચ જોવા મળી રહી છે. આજે આ સીઝનની 11મી મેચમાં પંજાબ કિંગ્સ (PBKS) લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) સાથે ટકરાશે. આ મેચ લખનઉના અટલ બિહારી વાજપેયી, એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. આ મેચમાં કેએલ રાહુલ લખનઉની ટીમની કમાન સંભાળશે, જ્યારે શિખર ધવન (ગબ્બર) પંજાબ કિંગ્સની આગેવાની કરશે.

લખનઉ સુપર જાયન્ટ્સને રાજસ્થાન રોયલ્સ (RR) સામેની તેની પ્રથમ મેચમાં 20 રને હાર મળી હતી. જ્યારે પંજાબ કિંગ્સે પોતાની શરૂઆતની મેચમાં દિલ્હી કેપિટલ્સ (DC) ને 4 વિકેટે હરાવ્યું હતું. જો કે, પછીની મેચમાં PBKSને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(RCB) સામે ચાર વિકેટે હાર મળી હતી. આ મેચમાં જીત મેળવી બંને ટીમો પોઈન્ટ ટેબલમાં સ્થાન મજબુત કરવા પ્રયત્ન કરશે.

IPLમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે અત્યાર સુધીમાં ત્રણ મેચ રમાઈ છે. જેમાંથી લખનઉએ બે મેચ જીતી છે અને પંજાબે એક મેચ જીતી છે.

રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં કૃણાલ પંડ્યા સિવાય લખનઉ સુપર જાયન્ટ્સના તમામ બોલરોએ ભરપુર રન આપ્યા હતા. મોહસીન ખાન, નવીન ઉલ હક અને યશ ઠાકુર સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા હતા.

કેપ્ટન કેએલ રાહુલે 58 રનની ઇનિંગ રમી. કેપ્ટન કેએલ રાહુલને આશા છે કે આ મેચમાં ઓપનિંગ પાર્ટનર ક્વિન્ટન ડી કોક ફોર્મમાં પરત ફરશે. લખનઉ દેવદત્ત પડિકલ, આયુષ બદોની, દીપક હુડા અને કૃણાલ પંડ્યા પાસેથી પણ સારા પ્રદર્શનની આશા રાખી રહી છે. આ સાથે માર્કસ સ્ટોઈનિસના ફોર્મ પર પણ નજર રહેશે, જેણે ગયા વર્ષે ટીમ માટે સૌથી વધુ 408 રણ બનાવ્યા હતા.

બીજી તરફ શિખર ધવનના નેતૃત્વમાં પંજાબ કિંગ્સ અગાઉ બંને મેચમાં નિષ્ફળ રહેલા જોની બેરસ્ટો પાસે શાનદાર બેટિંગ ફોર્મની આશા છે. શિખર ધવને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટીમની બેટિંગ ધીમી હતી. આજના મેચમાં ધવન અવધુ સ્ટ્રાઈક રેટ સાથે રન બનાવવાની કોશિશ કરશે. પ્રભસિમરન સિંહે ગત મેચમાં સારી શરૂઆત કરી હતી પરંતુ મોટો સ્કોર બનાવી શક્યો ન હતો. જયારે ઓલરાઉન્ડર સેમ કરેને બંને મેચમાં સારું પ્રદર્શન કર્યું હતું. વાઇસ કેપ્ટન જીતેશ શર્મા પણ ટી20 વર્લ્ડ કપ માટે ટીમમાં જગ્યા બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે, જેના માટે તેણે સારું પ્રદર્શન કરવું જરૂરી છે.

આજના મેચમાં પંજાબ કિંગ્સને ફાસ્ટ બોલિંગ વિભાગમાં, કાગિસો રબાડાને સેમ કરન, અર્શદીપ સિંહ અને હર્ષલ પટેલ પાસેથી સારા પ્રદર્શનની આશા છે.

લખનઉ સુપર જાયન્ટ્સ ટીમઃ કેએલ રાહુલ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક, નિકોલસ પૂરન, આયુષ બદોની, કાયલ મેયર્સ, માર્કસ સ્ટોઈનિસ, દીપક હુડા, દેવદત્ત પડિકલ, રવિ બિશ્નોઈ, નવીન ઉલ હક, કૃણાલ પંડ્યા, યુદ્ધવીર સિંહ, પ્રેરક માંકડ, ઠાકુર, અમિત મિશ્રા, શમર જોસેફ, મયંક યાદવ, મોહસીન ખાન, કૃષ્ણપ્પા ગૌતમ, શિવમ માવી, અર્શિન કુલકર્ણી, એમ. સિદ્ધાર્થ, એશ્ટન ટર્નર, મોહમ્મદ અરશદ ખાન.

પંજાબ કિંગ્સ ટીમઃ શિખર ધવન (કેપ્ટન), મેથ્યુ શોર્ટ, પ્રભસિમરન સિંહ, જીતેશ શર્મા, સિકંદર રઝા, ઋષિ ધવન, લિયામ લિવિંગસ્ટોન, અથર્વ તાયડે, અર્શદીપ સિંહ, નાથન એલિસ, સેમ કરેન, કાગીસો રબાડા, હરપ્રીત બ્રાર, રાહુલ ચહર, હરપ્રીત ભાટિયા, વિદ્વાથ કવેરપ્પા, શિવમ સિંહ, હર્ષલ પટેલ, ક્રિસ વોક્સ, આશુતોષ શર્મા, વિશ્વનાથ પ્રતાપ સિંહ, શશાંક સિંહ, તનય થિયાગરાજન, પ્રિન્સ ચૌધરી, રિલે રોસો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button