સ્પોર્ટસ

IPL 2024: IPLને ફરી મળશે દુબઈમાં આશરો

BCCI લેવા જઈ રહી છે મહત્વનો નિર્ણય

નવી દિલ્હીઃ વિશ્વની સૌથી ધનાઢ્ય ક્રિકેટ લીગ એટલે કે IPL (IPL-2024)ની આગામી સિઝન માટે ખેલાડીઓની હરાજી ભારતમાં યોજાશે નહીં. આ અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે. હરાજી માટેની તારીખ પણ નક્કી કરવામાં આવી છે. આ માહિતી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સૂત્રોએ આપી હતી. લીગની તમામ 10 ટીમો હરાજીમાં ભાગ લેશે.

અત્યારે આખી દુનિયાની નજર ICC ODI વર્લ્ડ કપ 2023 પર ટકેલી છે, જેમાં દરરોજ ધમાકેદાર મેચો થઈ રહી છે. આ દરમિયાન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCIએ IPLની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હા, IPLની આગામી સિઝન માટે ખેલાડીઓની હરાજી માટે પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. બીસીસીઆઈએ માત્ર આઈપીએલ જ નહીં પરંતુ વિમેન્સ પ્રીમિયર લીગ માટે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. માનવામાં આવી રહ્યું છે કે ડિસેમ્બરમાં બંને મેગા ઈવેન્ટ માટે ખેલાડીઓની હરાજી થઈ શકે છે. પરંતુ આ વખતે આઈપીએલ 2024 માટે ખેલાડીઓની હરાજી વિદેશમાં થશે.


અહેવાલો અનુસાર, ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 માટે ખેલાડીઓની હરાજી ભારતમાં નહીં પણ દુબઈમાં થઈ શકે છે. BCCI 18-19 ડિસેમ્બર વચ્ચે IPL મેગા ઓક્શનનું આયોજન કરી શકે છે. તે જ સમયે, મહિલા પ્રીમિયર લીગની હરાજી 9 ડિસેમ્બરના રોજ થવાની સંભાવના છે. જો કે, આ તારીખો હજુ સુધી કન્ફર્મ કરવામાં આવી નથી. BCCI હજુ પણ આ અંગે આયોજન કરી રહ્યું છે. ગયા વર્ષે આઈપીએલની હરાજી ભારતના કોચીમાં થઈ હતી.


IPL 2024ની મેગા હરાજી પહેલા ખેલાડીઓની ટ્રેડિંગ વિન્ડો ખુલ્લી છે. આ ટ્રેડિંગ વિન્ડો હેઠળ તમામ 10 ફ્રેન્ચાઇઝી ટીમો ખેલાડીઓની આપ-લે કરી શકે છે, પરંતુ હજુ સુધી IPL ફ્રેન્ચાઇઝીએ નક્કી કર્યું નથી કે કયા ખેલાડીઓને રિલીઝ કરવામાં આવશે અને કયાને રાખવામાં આવશે. આ માટે ફ્રેન્ચાઈઝીને પૂરતો સમય પણ આપવામાં આવ્યો છે. આ વખતે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે વુમન્સ પ્રીમિયર લીગનું આયોજન ફેબ્રુઆરીમાં થશે અને તે પછી ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024 માર્ચથી શરૂ થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button