IPL 2024સ્પોર્ટસ

IPL 2024 Final મૅથ્યૂ હેડનના મતે આ છે “બૉલ ઑફ ધ આઇપીએલ

ચેન્નઈ: આઇપીએલની 17મી સીઝન રવિવારે હૈદરાબાદના બિગ-હિટર્સના ફ્લૉપ શો સાથે પૂરી થઈ. જે ટીમે 277 રન અને પછી 287 રનનો આઇપીએલનો ટીમ-સ્કોરનો વિક્રમ રચ્યો એ જ ટીમે ફાઇનલમાં 113 રનના લોએસ્ટ સ્કોર સાથે કરોડો ચાહકોને નારાજ કર્યા. કોલકાતાની ટીમે ચૅમ્પિયનપદ મેળવવા હૈદરાબાદના ઓપનર્સ ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા (Abhishek Sharma)ને સસ્તામાં આઉટ કરીને અથવા તો તેમની ભાગીદારીને સીમિત રાખીને આગળ વધવાનું હતું અને એવું જ થયું હતું. ખાસ કરીને અભિષેકે જે રીતે વિકેટ ગુમાવી એને કારણે કોલકાતાનો ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્ક (Mitchell Starc) ક્રિકેટજગતમાં છવાઈ ગયો છે. તેના જ દેશ ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓપનર મૅથ્યૂ હેડને સ્ટાર્કના અભિષેકની વિકેટવાળા બૉલને “બૉલ ઑફ ધ આઇપીએલ તરીકે ઓળખાવ્યો છે.

હૈદરાબાદે અભિષેક શર્મા (બે રન) અને ટ્રેવિસ હેડ (ગોલ્ડન ડક)માં વિકેટ ગુમાવ્યા બાદ બાકીના તમામ બૅટર્સના નિષ્ફળ પર્ફોર્મન્સને કારણે માત્ર 113 રન બનાવ્યા હતા જેના જવાબમાં કોલકાતાએ 10.3 ઓવરમાંં બે વિકેટે 114 રન બનાવી લીધા હતા.

આ પણ વાંચો : IPL 2024 FINAL: નારાયણ ત્રીજી વાર પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટ: આઇપીએલમાં નવો વિક્રમ

મિચલ સ્ટાર્કે હજી તો મૅચની શરૂઆત કરી હતી અને અભિષેકે ચાર બૉલમાં બે રન બનાવ્યા હતા ત્યાં તેના પાંચમા બૉલમાં અભિષેક ક્લીન બોલ્ડ થઈ ગયો હતો. હેડને કહ્યું, ‘અભિષેક માટે સ્ટાર્કના હાથમાંથી પાંચમો બૉલ છૂટ્યો એ સાથે જ હૈદરાબાદની હારનું ભાવિ નક્કી થઈ ગયું હતું. મારા મતે એ બૉલ ઑફ ધ આઇપીએલ હતો.’


સ્ટાર્કનો લેન્ગ્થ બૉલ મિડલ સ્ટમ્પ પર પડ્યા પછી બહારની તરફ જઈ રહેલા એ બૉલમાં અભિષેક શૉટ મારવામાં નિષ્ફળ ગયો અને તેની ડિફેન્સ તૂટતાં તેના ઑફ સ્ટમ્પની બેલ ઊડી ગઈ હતી. ખુદ અભિષેકને થયું હશે કે ‘આ શું થઈ ગયું?’

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો દુનિયામાં અસ્તિત્વમાં આવેલા નવા દેશો વિજય માલ્યાની હજારો કરોડ રૂપિયાની લક્ઝરી પ્રોપર્ટીઝ એક કટોરી તુઅર દાલની કિંમત તુમ ક્યા જાનો