IPL-2024 CSK vs SRH: MS ધોનીને કારણે ગર્લફ્રેન્ડ સાથે કર્યું બ્રેક-અપ! પોસ્ટર થયું વાયરલ
IPL-2024ની 46મી મેચ રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. ચેન્નાઈ સુપર કિંગ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 78 રનથી હરાવ્યું હતું અને આ સાથે જ CSKએ IPL 2024 પોઈન્ટ ટેબલના ટોપ-3માં એન્ટ્રી મારી દીધી છે.
CSKના ચાહકો માટે ધોની ભગવાનથી ઓછો નથી. તેને ભગવાનની જેમ પૂજવામાં આવે છે. CSKના ચાહકો ધોનીને થાલા એટલે કે નેતા તરીકે બોલાવે છે. ધોનીની કપ્તાનીમાં CSKએ પાંચ IPL ટાઇટલ જીત્યા છે. IPL 2024માં ધોની કેપ્ટન નથી, તેણે સિઝનની શરૂઆતમાં રુતુરાજ ગાયકવાડને કેપ્ટનશિપ સોંપી હતી. સીએસકેના ચાહકો માટે ધોનીના પાગલપનની કલ્પના કરવી મુશ્કેલ છે. આવા જ એક ફેનનું પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.
મેચ જોવા આવેલા CSKના એક ચાહકે પોસ્ટર પર લખ્યું હતું કે, ‘મેં મારી ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ કર્યું છે કારણ કે તેના નામમાં 7 અક્ષર નથી. ધોનીની જર્સી નંબર સાત છે, આ સિવાય તેનો જન્મદિવસ પણ 7 જુલાઈએ છે. ધોનીનું નંબર 7 સાથેનું કનેક્શન ખૂબ જ ઊંડું છે. ફેન્સનું તેની ગર્લફ્રેન્ડ સાથે આમ બ્રેકઅપ થતા જોઈને બધા મૂંઝવણમાં પડી ગયા હતા. આ પોસ્ટર સોશિયલ મીડિયા પર ઘણું વાયરલ થઇ રહ્યું છે.
મેચ વિશે વાત કરીએ તો, CSKએ 20 ઓવરમાં ત્રણ વિકેટે 212 રન બનાવ્યા હતા, જેના જવાબમાં SRHની આખી ટીમ 18.5 ઓવરમાં 134 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સિઝનમાં SRHના બેટ્સમેનોએ જે રીતે બેટિંગ કરી છે તે જોતા એવું લાગી રહ્યું હતું કે CSK માટે આ મેચ જીતવી સરળ નહીં હોય, પરંતુ CSKએ 78 રનથી જીત નોંધાવીને ટુર્નામેન્ટમાં શાનદાર વાપસી કરી હતી.