
IPL 2024ની 68મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ વચ્ચે રમાઇ હતી. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું છે. RCBની ટીમે અદભૂત પ્રદર્શન કર્યું અને અશક્ય લાગતી પ્લેઓફની રેસમાં સ્થાન મેળવી લીધું હતું, જ્યારે CSKને ઇઝી વિનીંગ ગણાતી આ મેચમાં હારવાનો વારો આવ્યો હતો. મેચ પૂરી થયા બાદ ક્રિકેટ વિશ્લેષકો, કોમેન્ટેટર્સો, ખેલાડીઓ અને લોકો CSKની હારના કારણો શોધવાની મથામણમાં પડ્યા હતા અને તેમણે CSKની હારનું કારણ શોધી જ લીધું હતું. વિશ્લેષકોએ CSKની હાર માટે MS Dhoniને જવાબદાર ઠેરવ્યો છે. તમને બધાને નવાઇ લાગશે કે આમ કેવી રીતે કહેવાય. પણ વિશ્લેષકોએ CSKની હાર માટે MS Dhoniને જવાબદાર ઠેરવતા જે નિવેદન આપ્યું છે તે લોકોને વિચારતા કરી મૂકે એમ છે.
આ મેચમાં RCBએ CSK ને જીતવા માટે 219 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જો કે, ચેન્નાઈને પ્લે ઓફમાં ક્વોલિફાય કરવા માટે માત્ર 201 રન બનાવવાના હતા પરંતુ સીએસકેની ટીમ આ સ્કોર સુધી પહોંચવામાં નિષ્ફળ રહી હતી. મેચ ખતમ થયા બાદ સીએસકેની હાર માટે મહેન્દ્રસિંહ ધોનીને જવાબદાર ઠરાવવામાં આવ્યા હતો કારણકે ધોનીએ એક સુપર સિક્સ મારી હતી જે સ્ટેડિયમની બહાર ગઈ હતી. બોલ સ્ટેડિયમની બહાર જતો રહેતા નવો બોલ લેવો પડ્યો હતો, જેને કારણે મેચ પલટાઈ ગઈ હતી
હકીકતમાં મેચની શરૂઆત દરમિયાન આવેલા વરસાદને કારણે જ્યારે પણ બોલ બાઉન્ડ્રીની બહાર જતો હતો ત્યારે ભીનો થઈને પાછો આવતો હતો. આવી સ્થિતિમાં બોલરને બોલ પકડવામાં મુશ્કેલી પડી રહી હતી. આવી સ્થિતિમાં જ્યારે ધોની બેટિંગ કરવા આવ્યો અને યશ દલાલના બોલપર તેમણે તોતિંગ સિક્સ ફટકારી અને સ્ટેડિયમની બહાર જતો રહ્યો. ત્યાર પછી નવો બોલ આવ્યો તેનો ફાયદો આરસીબીને થયો. બોલ ભીનો ન હોવાથી યશ દલાલ બોલને સારી રીતે પકડવા માટે સક્ષમ રહ્યો હતો અને તેણે ચુસ્ત બોલિંગ કરી હતી
આરસીબીના વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે પણ સ્વીકાર્યું હતું કે ધોનીની સિક્સરે રમત બદલી નાખી હતી. કાર્તિક જણાવ્યું હતું કે આજે સૌથી સારી બાબત એ હતી કે ધોનીએ બોલને મેદાનને બહાર માર્યો એ પછી અમને નવો બોલ મળ્યો જેનાથી બોલિંગ કરવાનું સરળ બન્યું અને અમે જીતી શક્યા.