IPL 2024સ્પોર્ટસ

IPL 2024: ચેમ્પિયન KKR પર થયો પૈસાનો વરસાદ, SRH પણ થયું માલામાલ જુઓ પુરસ્કારોની સંપૂર્ણ યાદી

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝન પૂરી થઈ ગઈ છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ રવિવારે ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)ને આઠ વિકેટે હરાવી દીધુ હતું. મેચમાં કોલકાતાની ટીમને જીતવા માટે 114 રનનો સામાન્ય ટાર્ગેટ હતો જે તેણે 11મી ઓવરમાં હાંસલ કરી લીધો હતો. કોલકાતાની ટીમ ત્રીજી વખત IPL ચેમ્પિયન બની ગઇ છે.

IPL 2024 ની ફાઇનલ મેચ બાદ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચેમ્પિયન અને રનર અપ ટીમો પર પૈસાની વર્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત ટુર્નામેન્ટમાં વધુ સારું પ્રદર્શન કરનાર ખેલાડીઓને પુરસ્કાર આપવામાં આવ્યા હતા. વિજેતા ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સને 20 કરોડ રૂપિયા જ્યારે રનર અપ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)ને 12.50 કરોડ રૂપિયા મળ્યા હતા.


IPL 2024માં ટોપ-4 ટીમોની ઈનામી રકમ
વિજેતા ટીમ (કોલકાતા નાઈટ રાઈડર્સ) – રૂ. 20 કરોડ
રનર અપ (સનરાઈઝર્સ હૈદરાબાદ) – રૂ. 12.5 કરોડ
ત્રીજી ટીમ (રાજસ્થાન રોયલ્સ) – રૂ. 7 કરોડ
ચોથી ટીમ (રોયલ ચેલેન્જર્સ બેંગલોર) – રૂ. 6.5 કરોડ

આ ખેલાડીઓને પણ IPL 2024માં એવોર્ડ મળ્યા
સિઝનમાં સૌથી વધુ વિકેટ (પર્પલ કેપ) – હર્ષલ પટેલ 24 વિકેટ (રૂ. 10 લાખ)
સિઝનમાં સૌથી વધુ રન (ઓરેન્જ કેપ) – વિરાટ કોહલી 741 રન (રૂ. 10 લાખ)
ઇમર્જિંગ (ઉભરતો) પ્લેયર ઓફ ધ સીઝન – નીતીશ કુમાર રેડ્ડી (રૂ. 10 લાખ)
મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સીઝન – સુનીલ નારાયણ (રૂ. 10 લાખ)
સિઝનના ઇલેક્ટ્રિક સ્ટ્રાઈકર: જેક ફ્રેઝર-મેકગર્ક (રૂ. 10 લાખ)
ફેન્ટેસી પ્લેયર ઓફ ધ સીઝન – સુનીલ નારાયણ (રૂ. 10 લાખ)
સિઝનની સુપર સિક્સ- અભિષેક શર્મા (રૂ. 10 લાખ)
કેચ ઓફ ધ સિઝન- રમનદીપ સિંહ (રૂ. 10 લાખ)
ફેરપ્લે એવોર્ડ- સનરાઇઝર્સ હૈદરાબાદ
ફોર્સ ઓફ ધ સીઝન : ટ્રેવિસ હેડ (રૂ. 10 લાખ)
પિચ અને ગ્રાઉન્ડ એવોર્ડ: હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (રૂ. 50 લાખ)

આ પણ વાંચો : IPL 2024 ફાઇનલમાં KKR ચેમ્પિયન બન્યા બાદ કહીં ખુશી કહીં ગમ ગંભીર-શાહરુખે ડાન્સ કર્યો, કાવ્યા મારન રડી પડ્યા

ફાઇનલ મેચમાં આપવામાં આવેલા પુરસ્કારો
ઇલેક્ટ્રીક સ્ટ્રાઇકર ઓફ ધ મેચ: વેંકટેશ ઐયર
ફેન્ટસી પ્લેયર ઓફ ધ મેચ: મિચેલ સ્ટાર્ક
સુપર સિક્સેસ મેચ ઓફ ધ મેચ: વેંકટેશ ઐયર
રુપે ફોર્સ ઓફ ધ મેચ: રહેમાનુલ્લા ગુરબાઝ
ગ્રીન ડોટ બોલ ઓફ ધ મેચ: હર્ષિત રાણા
પ્લેયર ઓફ ધ મેચ: મિચેલ સ્ટાર્ક

IPL 2024માં સૌથી વધુ રન :-
વિરાટ કોહલી (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) – 741 રન
રૂતુરાજ ગાયકવાડ (ચેન્નઈ સુપર કિંગ્સ) – 583 રન
રિયાન પરાગ (રાજસ્થાન રોયલ્સ) – 573 રન
ટ્રેવિસ હેડ (સનરાઈઝર્સ હૈદરાબાદ) – 567 રન
સંજુ સેમસન (રાજસ્થાન રોયલ્સ) – 531 રન

IPL 2024માં સૌથી વધુ વિકેટ :-
હર્ષલ પટેલ (પંજાબ કિંગ્સ) -24વિકેટ
વરુણ ચક્રવર્તી (કોલકાતા નાઈટ રાઈડર્સ) -21 વિકેટ
જસપ્રિત બુમરાહ (મુંબઈ ઈન્ડિયન્સ) -20 વિકેટ
આન્દ્રે રસેલ (કોલકાતા નાઈટ રાઈડર્સ) – 19 વિકેટો
હર્ષિત રાણા (કોલકાતા નાઈટ રાઈડર્સ) -19 વિકેટ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…