IPL 2024સ્પોર્ટસ

IPL-2024: આજે Playoffની મેચમાં KKR સામે હશે આ મોટો પડકાર…

Ahmedabad: IPL-2024માં પ્લેઓફની પહેલી મેચ (IPL-2024 Playoff’s First Match)રમવા ઉતરનારી સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે રમતા પહેલાં કોલકત્તા નાઈટ રાઈડર્સ (KKR)એ એક અલગ જ પડકારનો સામનો કરવો પડશે. KKRની ટીમ છેલ્લાં 10 દિવસથી એક પણ મેચ રમી શકી નહોતી. અત્રે ઉલ્લેખનીય છે કે વરસાદને કારણે છેલ્લી બે મેચ ધોવાઈ ગઈ હતી. કેકેઆરએ પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહીને પ્લેઓફમાં પોતાની સીટ કન્ફર્મ કરી દીધી હતી.

હવે આજે ગુજરાતના અમદાવાદ ખાતે કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ (KKR Vs SRH) વચ્ચે પહેલી પ્લેઓફ મેચ રમાવવાની છે, જેમાં બન્ને ટીમો ચેમ્પિયન બનવા માટે આજની મેચ કોઈ પણ ભોગે જીતવાનો પ્રયાસ કરશે.
અહીંયા તમારી જાણ માટે આ સિઝનમાં KKR અને SRHએ પોતાનું ફોર્મ પ્લેઓફ પહેલાં સાબિત કરી દીધો છે. હાલમાં પોઈન્ટ ટેબલમાં 20 પોઈન્ટ્સ સાથે કેકેઆર ટોપ પર છે, જ્યારે એસઆરએચ 17 પોઈન્ટ્સ સાથે બીજા સ્થાને છે. ત્યાર બાદ ત્રીજા અને ચોથા સ્થાને અનુક્રમે રાજસ્થાન અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સમાવેશ થાય છે.

પરંતુ વાત કરીએ તો આઈપીએલની આ સિઝનની તો અત્યાર સુધી જોરદાર પ્રદર્શન કરીને પોઈન્ટ ટેબલમાં ટોપ કરનાર કેકેઆરની ટીમ પણ ટિકિટ ટુ ફિનાલે મેળવવાનો પ્રયાસ કરશે પણ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમતા પહેલા ટીમને અલગ પડકારનો સામનો કરવો પડશે. ટીમના ખેલાડીઓને 10 દિવસથી એક પણ મેચ રમવાની તક મળી નથી. વરસાદને કારણે ટીમની છેલ્લી બંને મેચ રદ કરવામાં આવી આવી હતી.

આવી પરિસ્થિતિમાં હવે ક્રિકેટપ્રેમીઓની નજર આજે અમદાવાદ ખાતે રમાનારી મેચ પર સૌની નજર ટકેલી છે કે આખરે અત્યાર સુધી પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહેલી કેકેઆર ફાઈનલમાં પ્રવેશનારી પહેલી ટીમ બનશે કે હૈદરાબાદ મેચ જિત જીતશે. ટૂંકમાં આજે રાત્રે આ સિઝનની આઈપીએલની પ્રથમ ફાઈનલ ટીમ ક્રિકેટપ્રેમીઓને મળશે. બે દમદાર પાવરફૂલ ટીમો વચ્ચેની આ મેચ ખૂબ જ રસપ્રદ રહેશે. મહત્ત્વની વાત એટલે આ સિઝનમાં બંને ટીમ માત્ર એક જ વખત સામસામે આવી છે અને એમાં પણ KKRની જિત થઈ છે.

રાજસ્થાન અને બેંગ્લોર વચ્ચે પ્લેઓફની બીજી 22મી મેના એટલે કે આવતીકાલે રમાશે અને આ મેચ પણ અમદાવાદ ખાતે જ રમાશે. ત્યાર બાદ બીજી ક્વોલિફાયર મેચ 24મી મેના દિવસે ચેન્નઈ ખાતે રમાશે અને 26મી મેના ફાઈનલ મેચ પણ ચેન્નઈમાં જ રમાશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
T-20માં વિરાટ કોહલી બાદ ભારતને એક stable captain મળ્યો નથી ફરવા માટે બેસ્ટ છે ગુજરાતના આ પાંચ વેકેશન ડેસ્ટિનેશન… એક વખત જશો તો… પોતાની માતાની સાડી અને દાગીના પહેરીને દુલ્હન બની છે આ સેલિબ્રિટીઝ આ રીતે ઘરે જ બનાવો ઑર્ગેનિક કાજલ