સ્પોર્ટસ

બિહારનો 13 વર્ષનો સૂર્યવંશી આઇપીએલનો સૌથી યુવાન, રાજસ્થાને 1.10 કરોડ રૂપિયામાં ખરીદ્યો…

જેદ્દાહઃ બિહારના માત્ર 13 વર્ષની ઉંમરના લેફ્ટ-હૅન્ડ બૅટર વૈભવ સૂર્યવંશીને રાજસ્થાન રૉયલ્સે 1.10 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે અને આ સાથે તે આ ટૂર્નામેન્ટનો સૌથી યુવાન ખેલાડી બન્યો છે. તે ભારતની અન્ડર-19 ટીમ વતી રમ્યો છે અને બે મહિના પહેલાં તેણે ઑસ્ટ્રેલિયા અન્ડર-19 સામે સેન્ચુરી (104 રન, 62 બૉલ, ચાર સિક્સર, 14 ફોર) ફટકારીને ભારતને જિતાડ્યું હતું. પાંચ રણજી મૅચ રમનાર વૈભવને ખરીદવા દિલ્હી અને રાજસ્થાન વચ્ચે હળવી હરીફાઈ થઈ હતી.

આ પણ વાંચો : આઇપીએલ-ઑક્શનના બીજા દિવસની શરૂઆતમાં જાણો કોણ કેટલામાં ખરીદાયો…

સોમવારે અન્ય કયા જાણીતા ખેલાડીઓને કોણે કેટલામાં ખરીદ્યા?

ભુવનેશ્વર કુમાર (બેન્ગલૂરુ, 10.75 કરોડ રૂપિયા), દીપક ચાહર (મુંબઈ, 9.25 કરોડ રૂપિયા), આકાશ દીપ (લખનઊ, 8.00 કરોડ રૂપિયા), તુષાર દેશપાંડે (રાજસ્થાન, 6.50 કરોડ રૂપિયા), કૃણાલ પંડ્યા (બેન્ગલૂરુ, 5.75 કરોડ રૂપિયા), વિલ જૅક્સ (મુંબઈ, 5.25 કરોડ રૂપિયા), નમન ધીર (મુંબઈ, 5.25 કરોડ રૂપિયા), નીતિશ રાણા (રાજસ્થાન, 4.20 કરોડ રૂપિયા), અબ્દુલ સામદ (લખનઊ, 4.20 કરોડ રૂપિયા), આશુતોષ શર્મા (દિલ્હી, 3.80 કરોડ રૂપિયા), વૉશિંગ્ટન સુંદર (ગુજરાત, 3.20 કરોડ રૂપિયા), ટિમ ડેવિડ (બેન્ગલૂરુ, 3.00 કરોડ રૂપિયા), દીપક હૂડા (ચેન્નઈ, 1.70 કરોડ રૂપિયા), પ્રિયાંશ આર્યા (પંજાબ, 3.80 કરોડ રૂપિયા), ફઝલહક ફારુકી (રાજસ્થાન, બે કરોડ રૂપિયા), મિચલ સૅન્ટનર (મુંબઈ, બે કરોડ રૂપિયા), ગુર્જપનીત સિંહ (ચેન્નઈ, 2.20 કરોડ રૂપિયા), મોહિત શર્મા (દિલ્હી, 2.20 કરોડ રૂપિયા), નૅથન એલિસ (ચેન્નઈ, બે કરોડ રૂપિયા), સ્પેન્સર જૉન્સન (કોલકાતા, 2.80 કરોડ રૂપિયા), આરૉન હાર્ડી (પંજાબ, 1.25 કરોડ રૂપિયા), જેકબ બેથેલ (બેન્ગલૂરુ, 2.60 કરોડ રૂપિયા), ફૅફ ડુ પ્લેસી (દિલ્હી, બે કરોડ રૂપિયા), રૉવમૅન પોવેલ (કોલકાતા, 1.50 કરોડ રૂપિયા), શમાર જોસેફ (લખનઊ, 75 લાખ રૂપિયા), જયદેવ ઉનડકટ (હૈદરાબાદ, એક કરોડ રૂપિયા), નુવાન થુશારા (બેન્ગલૂરુ, 1.60 કરોડ રૂપિયા), ઇશાંત શર્મા (ગુજરાત, 75 લાખ રૂપિયા), ઉમરાન મલિક (કોલકાતા, 75 લાખ રૂપિયા), રોમારિયો શેફર્ડ (બેન્ગલૂરુ, 1.50 કરોડ રૂપિયા), ઓમરઝાઇ (પંજાબ, 2.40 કરોડ રૂપિયા), મોઇન અલી (કોલકાતા, બે કરોડ રૂપિયા), શાહબાઝ અહમદ (લખનઊ, 2.40 કરોડ રૂપિયા), રુધરફર્ડ (ગુજરાત, 2.60 કરોડ રૂપિયા), અંશુલ કંબોજ (ચેન્નઈ, 3.40 કરોડ રૂપિયા), લૉકી ફર્ગ્યુસન (પંજાબ, બે કરોડ રૂપિયા), આકાશ મઢવાલ (રાજસ્થાન, 1.20 કરોડ રૂપિયા), જૉશ ઇંગ્લિસ (પંજાબ, 2.60 કરોડ રૂપિયા), યશ ઠાકુર (પંજાબ, 1.60 કરોડ રૂપિયા), સૅમ કરૅન (ચેન્નઈ, 2.40 કરોડ રૂપિયા), વિજયકુમાર વૈશાક (પંજાબ, 1.80 કરોડ રૂપિયા).

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button