ઇન્ઝમામ-ઉલ-હકે મોહમ્મદ હાફિઝને હટાવવાના પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના નિર્ણય પર ઉઠાવ્યા સવાલ

કરાચી: પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન ઇન્ઝમામ-ઉલ-હકે મોહમ્મદ હાફીઝને ટીમના ડિરેક્ટરના પદ પરથી હટાવવા બદલ દેશના ક્રિકેટ બોર્ડની ટીકા કરી હતી. ઇન્ઝમામે કહ્યું હતું કે જ્યારે અધિકારીઓ પોતે ટીમના પ્રદર્શન માટે કોઈ જવાબદારી લેવાનો ઇનકાર કરી રહ્યા છે ત્યારે વહીવટી ભૂમિકા ભજવતા ભૂતપૂર્વ ખેલાડીઓને નિશાન બનાવવા અયોગ્ય છે.
નોંધનીય છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ઑસ્ટે્રલિયા સામે 0-3ની ટેસ્ટ શ્રેણીની હાર અને ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં 1-4થી મળેલી હાર બાદ ગયા મહિને હાફીઝને ડિરેક્ટર પદેથી હટાવ્યો હતો. હાફીઝનો કરાર શરૂઆતમાં ટૂંકા ગાળા માટે હતો. પરંતુ તે સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીની ભલામણ બાદ ન્યૂઝીલેન્ડમાં ટી-20 સિરીઝ બાદ તેને તોડી નાખવામાં આવ્યો હતો.
ઈન્ઝમામે એક ટીવી શોમાં કહ્યું હતું , શું કોઈ મને મોહમ્મદ હાફિઝને ટીમના ડિરેક્ટર પદેથી હટાવવા તથા ઑસ્ટે્રલિયા અને ન્યૂઝીલેન્ડના પ્રવાસ બાદ ચીફ સિલેક્ટર વહાબ રિયાઝને જાળવી રાખવા પાછળનું કારણ સમજાવશે? પ્રશ્ન પૂછતાં તેણે કહ્યું હતું કે “શું આ બંનેની એક જ સમયે નિમણૂક કરવામાં આવી ન હતી અને તેમને સમાન જવાબદારી આપવામાં આવી ન હતી તો પછી વહાબ રિયાઝને નહીં પણ માત્ર હાફિઝને જ કેમ જવાબદાર ઠેરવવામાં આવ્યો?”
નોંધનીય છે કે ગયા વર્ષે વર્લ્ડ કપ દરમિયાન મુખ્ય પસંદગીકારના પદ પરથી રાજીનામું આપનાર ઈન્ઝમામે પીસીબીને ખેલાડીઓનું સન્માન કરવાની વિનંતી કરી હતી. તેણે કહ્યું, પાકિસ્તાન ક્રિકેટને આ રીતે ચલાવી શકાય નહીં. હવે સમય આવી ગયો છે જ્યારે બોર્ડના અધિકારીઓએ પણ પોતાના કામની જવાબદારી લેવી જોઈએ. ઉ