ઘાયલ મેસી ન રમ્યો, ઇન્ટર માયામી 1-4થી હારી ગયું…

ઑર્લેન્ડોઃ મેજર લીગ સૉકર (MLS)માં ઇન્ટર માયામી ક્લબની ટીમનો સુપરસ્ટાર ખેલાડી લિયોનેલ મેસી (Lionel Messi) જમણા પગની ઈજાને કારણે થોડા દિવસથી ફૂટબૉલ (Football)ના મેદાનથી દૂર છે અને તેની ગેરહાજરીમાં ઇન્ટર માયામી (Inter Miami) ટીમ રવિવારે ઑર્લેન્ડો સિટી સામેની મૅચમાં 1-4થી પરાજિત થઈ હતી.
મેસીને બીજી ઑગસ્ટે લીગ્સ કપની એક મૅચમાં પગમાં ઈજા થઈ હતી અને ત્યારથી પથારીવશ છે. તે માયામી વતી જે 18 મૅચ રમ્યો છે એમાં તેણે કુલ 18 ગોલ કર્યા છે અને બીજા ઘણા ગોલ કરવામાં સાથી ખેલાડીઓને મદદ કરી છે.
આ પરાજયને કારણે ઑર્લેન્ડો સિટીની ટીમ પૉઇન્ટ્સ-ટેબલમાં ચોથા સ્થાન પર આવી ગઈ છે, જ્યારે માયામીની ટીમ છઠ્ઠા નંબર છે. જોકે માયામીની હજી ટોચની ચાર ટીમ સામે ત્રણ મૅચ અને પાંચમા નંબરની કૉલમ્બસ ક્રૂ સામે બે મૅચ બાકી છે એટલે એને (માયામીને) પૉઇન્ટ્સ-ટેબલમાં ઉપર આવવાનો મોકો છે.
હવે ઇન્ટર માયામીની મૅચ શનિવારે લૉસ ઍન્જલસ ગૅલેક્સી સામે રમાશે. એ જ દિવસે ઑર્લેન્ડો સિટીનો મુકાબલો સ્પૉર્ટિંગ કૅન્સસ સિટી સામે થશે.
આ પણ વાંચો…મુંબઈગરા અને અમદાવાદીઓ આનંદો! લિયોનેલ મેસી ડિસેમ્બરમાં આવવાનો છે