અમદાવાદ: આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી આઇસીસી વર્લ્ડકપની ફાઇનલ મેચને લઈને ક્રિકેટરસિકોમાં એક અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે. આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે મેદાન પર ઉતરશે અને સામ સામે ટકરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમે અત્યાર સુધી વર્લ્ડકપની તમામ મેચમાં અસાધારણ પ્રદર્શન કર્યું છે અને અત્યાર સુધીની તમામ મેચ જીત પણ હાંસિલ કરી છે. દરમિયાન એક જાણીતા જ્યોતિષાચાર્યએ આજની મેચ અને વિજેતા ટીમના નામ અંગે એક ભવિષ્યવાણી કરી છે. તો ચાલો વધુ સમય વેડફ્યા વિના જાણીએ કે કોણ છે આ જ્યોતિષાચાર્ય અને શું છે એમની વિજેતા ટીમ માટેની આગાહી?
આજે માત્ર ભારત અને ઓસ્ટ્રેલિયા જ નહીં પણ દુનિયાભરના કરોડો ક્રિકેટપ્રેમીઓની નજર વર્લ્ડકપની ફાઈનલ મેચ પર ટકી રહેલી છે. અમુક જ્યોતિષીઓદ્વારા એવા અલગ અલગ દાવા પણ કરવામાં આવી રહ્યા છે અને ફાઇનલમાં બંનેમાંથી કઇ ટીમ જીતી શકે છે એ બાબતે ચાહકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
જાણીતા જ્યોતિષી સુમિત બજાજે પણ ગઈકાલે એટલે કે શનિવારના દિવસે વર્લ્ડકપ-2023ની ફાઇનલન મેચને લઈને અને વિજેતા ટીમના નામ અંગે આગાહી પણ કરી છે.
સુમિત બજાજે તેમના ઑફિશિયલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર અંગેની ભવિષ્યવાણી કરતા પોસ્ટ કરી છે કે, આ વખતે ટીમ ઈન્ડિયા જ વર્લ્ડ ચેમ્પિયન બનશે. જોકે આજની આ ફાઈનલ અને છેલ્લી મેચ ભારતીય ટીમ માત્ર અત્યાર સુધીની રમાયેલી અન્ય વર્લ્ડકપ મેચ જેટલી સરળ નહીં હોય. આ સિવાય ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સને પણ મેચને લઈને પાછળથી લીધેલ પોતાના કોઈ નિર્ણય પર પસ્તાવો થઈ શકે છે.
આ વિષે વાત કરતા જ્યોતિષશાસ્ત્રીએ આગળ એવું પણ જણાવ્યું હતું કે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માના નેતૃત્વ હેઠળ ટીમ ઈન્ડિયા 19મી નવેમ્બર 2023ના ક્રિકેટ વર્લ્ડકપમાં જીત હાંસિલ કરશે અને અત્યાર સુધીની સૌથી મુશ્કેલ મેચ હશે ટીમ ઈન્ડિયા માટે. જયોતિષ શાસ્ત્રીની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહી છે અને અત્યાર સુધી હજારો લોકો આ પોસ્ટ જોઈ ચૂક્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ સપ્ટેમબર મહિનામાં જ આ જયોતિષ શાસ્ત્રીએ વિરાટ કોહલી વિશે એક મહત્વની ભવિષ્યવાણી કરતા કહ્યું હતું કે ઓક્ટોબર – નવેમ્બર 2023માં રમાનાર વર્લ્ડ કપ વિરાટ કોહલી માટે એક યાદગાર ક્ષણ બની રહેશે અને તે આ મેચમાં શાનદાર ઇનિંગ્સ રમશે અને વર્લ્ડ કપ દરમિયાન સચિનના વનડે સદીના રેકોર્ડને પણ પાછળ છોડી શકે છે. આ ઉપરાંત તે મેન ઓફ ધ મેચનો એવોર્ડ પણ જીતશે.
14મી નવેમ્બરના મુંબઈના વાનખેડે ખાતે રમાયેલી સેમીફાઈનલ વિશે પણ ભવિષ્યવાણી કરતાં તેમણે જણાવ્યું હતું કે ન્યુ ઝીલેન્ડ સામેની આ મેચમાં ટીમ ઈન્ડિયાનો વિજય થશે. મુંબઈની સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે જીતશે અને એવું જ થયું હતું.
Taboola Feed