એશિયા કપ 2023માં ભારતની જીત, સોશિયલ મીડિયા પર આવ્યું મીમ્સનું ઘોડાપૂર…

એશિયા કપ 2023 ફાઈનલમાં આજે ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ રમાઈ અને શ્રીલંકાને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. એશિયા કપમાં ભારતના ધૂઆંધાર પર્ફોર્મન્સ બાદ સોશિયલ મીડિયા પર મીમ્સનું ઘોડાપૂર આવ્યું હતું. ખેલાડીઓએ મેદાન પર તો નેટિઝન્સે વીડિયો, ફોટો અને મીમ્સ પોસ્ટ કરીને ટીમ શ્રીલંકાની સોશિયલ મીડિયા પર પણ ધૂલાઈ કરી નાખી હતી અને મજાક ઉડાવવામાં કોઈ કસર બાકી રાખી નહોતી. ભારત તરફથી શુભમન ગિલ અને ઈશાન કિશને બેટિંગ કરીને મેચ પૂરી કરી નાખી હતી. શુભમન ગિલે 27 રન અને ઈશાનને 23 રન બનાવીને ટીમ ઈન્ડિયાને આઠમી વખત એશિયા કપ જિતાડ્યો હતો. આ મેચને લઈને ક્રિકેટપ્રેમીઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો, જોકે આ મેચ સંપૂર્ણપણે એક તરફી રહી હતી, કારણ કે ટીમ ઈન્ડિયાએ ટીમ શ્રીલંકાને માત્ર જલદી પેવેલિયન ભેગી નહોતી કરી, પણ બેટસમેને પણ બેટિંગ કરીને મેચને જલદી પૂરી કરી દીધી હતી. તમે પણ જો ના જોયા હોય તો જોઈ લો સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલાં કેટલાક મજેદાર મીમ્સ…




