સ્પોર્ટસ

ટ્રક ડ્રાઇવરના દીકરાનો આઇપીએલના ખેલાડીઓને શરમાવે એવો પર્ફોર્મન્સ…

લંડનઃ ઇંગ્લૅન્ડમાં એક તરફ શુભમન ગિલની સાધારણ કૅપ્ટન્સીમાં ભારતીય ટીમે ઇંગ્લૅન્ડ સામેની પહેલી જ ટેસ્ટમાં પરાજય જોયો ત્યાં બીજી તરફ ઇંગ્લૅન્ડમાં જ ભારતના અન્ડર-19 (under-19) ટીમના ખેલાડીઓ ધમાલ મચાવી રહ્યા છે જેમાં ખાસ કરીને ટ્રક ડ્રાઇવર (truck driver)ના પુત્ર અને મૂળ ગુજરાતના હરવંશ સિંહ પંગલિયા (103 અણનમ, બાવન બૉલ, નવ સિક્સર, આઠ ફોર) સુપરસ્ટાર હતો.

India’s Under-19 Harvansh Singh Panglia

ભારતે આ આમંત્રણિય વન-ડેમાં નિર્ધારિત 60 ઓવરમાં 442 રન કર્યા હતા. આઇપીએલના ખેલાડીઓ આયુષ મ્હાત્રે એક રન બનાવીને અને 17 વર્ષનો વૈભવ સૂર્યવંશી 17 રન બનાવીને પૅવિલિયનમાં પાછો ફર્યો હતો. જોકે ડોમેસ્ટિક ક્રિકેટમાં સૌરાષ્ટ્ર અન્ડર-19 ટીમ વતી રમી ચૂકેલા 18 વર્ષીય હરવંશે (Harvansh pangalia) ઇંગ્લૅન્ડ યંગ લાયન્સ ટીમના બોલર્સની ખબર લઈ નાખી હતી. તેના ઉપરાંત રાહુલ કુમારે 73 રન, કનિષ્ક ચૌહાણે 79 રન અને આરએસ અંબરીશે 72 રન કર્યા હતા.

ઇંગ્લૅન્ડ યંગ લાયન્સ ટીમ 211 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. ભારતની અન્ડર-19 ટીમે 231 રનથી વિજય મેળવ્યો હતો. ભારતીય અન્ડર-19 ટીમ વતી નમન પુષ્પક તથા વિહાન મલ્હોત્રાએ બે-બે વિકેટ લીધી હતી. ભારતીય મૂળનો ખેલાડી અને ગુજરાતનો હરવંશ કૅનેડામાં રહે છે. કૅનેડાના બ્રેમ્પ્ટનમાં હરવંશના પિતા ટ્રક ડ્રાઇવર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button