પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારતનું રવિવારનું શેડ્યૂલ શું છે?

પૅરિસ: 33મી ઑલિમ્પિક ગેમ્સમાં ભારતે શ્રેણીબદ્ધ નિશાનબાજોની નિષ્ફળતા સાથે શનિવારે નબળી શરૂઆત કર્યા બાદ યુવા શૂટર મનુ ભાકરના ફાઇનલ-પ્રવેશ સાથે ફર્સ્ટ-ડેને સફળ બનાવ્યો હતો. પહેલા જ દિવસના ભરચક કાર્યક્રમમાં શૂટર્સે પહેલાં તો નિરાશ કર્યા હતા, પરંતુ મનુ ભાકરે ફાઇનલમાં પહોંચીને દેશને પહેલા મેડલનું ગૌરવ અપાવવાની શરૂઆત જાણે કરી દીધી હતી.
ભારતીયો એશિયન ગેમ્સ અને કૉમનવેલ્થ ગેમ્સમાં શૂટિંગની હરીફાઈઓમાં ઘણા ચંદ્રકો જીતી લેતા હોય છે, પરંતુ ઑલિમ્પિક્સમાં ભારતને 12 વર્ષથી મેડલ નથી મળ્યો એટલે હવે મનુ ભાકરે એ મહેણું ભાંગવાનું છે.
રવિવારનો દિવસ પણ ભારતીયો માટે ભરચક છે. એમાં ખાસ કરીને મહિલા સ્પર્ધકોના પર્ફોર્મન્સીસ પર સૌની નજર રહેશે.
તીરંદાજી (આર્ચરી)માં ભારતીય મહિલાઓ શુક્રવારે જ ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ હતી એટલે રવિવારે તેમની પાસેથી મેડલની આશા અચૂક રાખી શકાશે.
બૅડમિન્ટન અને ટેબલ ટેનિસમાં પણ ભારત પોતાના સ્પર્ધકોના શરૂઆતના રાઉન્ડમાંના વિજયની આશા રાખી શકશે.
આ પણ વાંચો : પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારતીય નિશાનબાજોની નિરાશાજનક શરૂઆત
બૅડમિન્ટન
-મહિલાઓની સિંગલ્સ, ગ્રૂપ સ્ટેજ, પીવી સિંધુ વિરુદ્ધ એફએન રઝાક (માલદીવ), બપોરે 12.50
-મેન્સ સિંગલ્સ, ગ્રૂપ સ્ટેજ, એચએસ પ્રણોય વિરુદ્ધ ફૅબિયન રૉથ (જર્મની), રાત્રે 8.00
શૂટિંગ
-મહિલાઓની 10 મીટર રાઇફલ ક્વૉલિફિકેશન, એલાવેનિલ વૅલારિવન, બપોરે 12.45
-પુરુષોની 10 મીટર રાઇફલ ક્વૉલિફિકેશન, સંદીપ સિંહ અને અર્જુન બાબુટા, બપોરે 2.45
-મહિલાઓની 10 મીટર ઍર પિસ્તોલ ફાઇનલ, મનુ ભાકર, બપોરે 3.30
રૉવિંગ
-પુરુષોની સિંગલ્સ સ્ક્લ્સ, રેપશાઝ-2, બલરાજ પન્વાર, બપોરે 1.18
ટેબલ ટેનિસ
-મહિલાઓની સિંગલ્સ (રાઉન્ડ-2), શ્રીજા અકુલા વિરુદ્ધ ક્રિસ્ટિના કૉલબર્ગ (સ્વીડન), બપોરે 12.15 પછી
-મહિલાઓની સિંગલ્સ (રાઉન્ડ-2), મનિકા બત્રા વિરુદ્ધ ઍના હર્સી (બ્રિટન), બપોરે 12.15 પછી
-પુરુષોની સિંગલ્સ (રાઉન્ડ-2), શરથ કમલ વિરુદ્ધ ડેની કૉઝુલ (સ્લોવેનિયા), બપોરે 3.00 પછી
સ્વિમિંગ
-પુરુષોની 100 મીટર બૅકસ્ટ્રૉક (હીટ-2), શ્રીહરિ નટરાજ, બપોરે 3.16
-મહિલાઓની 200 મીટર ફ્રીસ્ટાઇલ (હીટ-1), ધિનિધી દેશાંગુ, બપોરે 3.30
તીરંદાજી
-મહિલાઓની ટીમ ક્વૉર્ટર ફાઇનલ, ભારત (અંકિતા, ભજન કૌર, દીપિકા) વિરુદ્ધ ફ્રાન્સ/નેધરલૅન્ડ્સ, સાંજે 5.45
-મહિલાઓની ટીમ (સેમિ ફાઇનલ), સાંજે 7.17 પછી
-મહિલાઓની ટીમ (મેડલ રાઉન્ડ), રાત્રે 8.18 પછી